Divya Bhaskar

 

Uttar Gujarat

હડમતિયામાં ચોરાયેલા નાણાં મંદિરે કોઇ પરત મૂકી ગયૂં

Bhaskar News, Palanpur, Vadgam
Wednesday, October 07, 2009 02:15 [IST]
Bookmark and Share

ચાર દિવસ પૂર્વે દૂધમંડળીના મંત્રીના મકાનમાં ચોરી થઇ હતી :રૂ.૩.૪ લાખ પૈકીના રૂ.ર, ૮ર,૧૦૦ પરત



moneyવડગામ તાલુકાના હડમતિયા ગામેથી ગુરુવારે દૂધ મંડળીના મંત્રીના મકાનમાંથી ધોળેદહાડે રૂ. ૩.૪ લાખની ચોરી થઇ હતી. ત્યારબાદ સોમવારે રાત્રે એક ભૂવાએ ગામના વ્યકિતને ચોરાયેલા રૂપિયા હડમતિયા ગામની હિંગળાજ માતાજીની કપાથી પરત આવી ગયા હોવાનું કહેતાં ગામલોકોએ હિંગળાજ માતાના મંદિરે તપાસ કરતાં દૂધ મંડળીના મંત્રીના મકાનમાંથી ચોરાયેલી રકમ ધર્મશાળામાંથી એક રૂમાલમાં બાંધેલી સ્થિતિમાં મળી આવતાં આશ્ચર્ય સર્જાયું છે.



હડમતિયા ગામના દૂધ મંડળીના મંત્રી બાલુભાઇ ખેમાભાઇ પ્રજાપતિ ગુરુવારના દિવસે દૂધ મંડળીના ગ્રાહકોને દૂધનું બિલ ચૂકવવા બિલ રકમ લાવી પોતાના ઘરની તીજોરીમાં મૂકી હતી. ત્યારબાદ સાંજના સમયે ખેતરમાં જતાં દિનદહાડે કોઇ ઇસમો દ્વારા મકાનનું તાળુ તોડી મકાનમાં રહેલી તીજોરી તોડી તેમાંથી રૂ. ૩,૦૪,૦૦૦ ની રકમ ચોરી ગયા હતા.



આ અંગેની વડગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન સોમવારે રાત્રે ગામના એક વ્યકિત દ્વારા એક ગામના એક માતાજીના ભૂવાને ચોરી અંગેની વાત કરતાં તેઓએ ચોરાયેલી રકમ હડમતિયા ગામના હિંગળાજ માતાજી પરત લાવ્યા હોવાનું જણાવી માતાજીના મંદિરમાં તપાસ કરવાનું જણાવ્યું હતું.



જેથી કેટલાક ગામલોકોએ ભેગા મળી મંદિરમાં તપાસ કરતાં મંદિરની ધર્મશાળામાં રૂમાલનું પોટકું પડેલું દેખાયું હતું. ગામલોકોએ આ અંગેની વડગામ પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન રૂમાલમાં લપેટાયેલી રકમ જોતાં ચોરાયેલી રકમ રૂ.૩,૦૪,૦૦૦ પૈકી રૂ.૨,૮૨,૧૦૦ ની રકમ પરત મળી આવી હતી. જો કે આ ચકચારી ઘટના બાદ ગામના જ એક ઇસમે ચોરી કરી હોવાનું બિનસત્તાવાર સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. જ્યારે પોલીસે ભૂવા સહિત અન્ય વ્યક્તિની પૂછપરછ કરી આગળની તપાસ આરંભી હતી.



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 


Advertise With Us | Contact Us

 

Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM

Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.