આધુનિક કોડિયા બનાવી વિદેશની ધરતી અજવાળતું બનાસકાંઠા
હિન્દુ ધર્મનું પવિત્ર એવું મહાપર્વ દિવાળીએ ચીર અંધકારમાંથી જ્યોતરૂપી કિરણથી પ્રકાશ તરફ લઇ જતું પર્વ હોઇ દિવાળીના દિવસોમાં દરેક ઘર દિવાની રોશનીથી ઝગમગી ઉઠે છે ત્યારે હિન્દુઓના આ તહેવારમાં રોશની ફેલવવા ડીસા તાલુકાના ઝેરડા ગામનો એક મુસ્લિમ પરિવાર કોડિયાં બનાવી કોમી એખલાસનો ઉજાસ રેલાવી રહ્યું છે.
ખરેખર કલાકારને કોઇ ધર્મ હોતો નથી તે વાતને સાર્થક કરતાં આ મુસ્લિમ પરિવારે બનાવેલ આકર્ષક કોડીયા ભારતમાં જ નહિ પરંતુ વિદેશમાં પણ અજવાળું પાથરી રહ્યા છે. દિવાળીના તહેવારોમાં દિવડા પ્રગટાવવા માટીના કોડિયા ઉપયોગમાં લેવાય છે ત્યારે જ્યોત પ્રકાશવા માટે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસા નજીક આવેલા ઝેરડા ગામના શલ્લુભાઇ રહીમભાઇ સુમરા અને તેમનો પરિવાર છેલ્લા દશ વર્ષથી આધુનિક પઘ્ધતિથી માટીના વિવિધ ડીઝાઇનના આકર્ષક કોડિયા બનાવે છે.
આશરે ૩૫ થી વધુ કારીગરો વિવિધ મશીનરીથી માટીનું આકર્ષક કોડિયાનું નવુરૂપ આપી તેનું સુંદર રંગકામ કરી તેને પ્રકાશ ફેલાવવા બજારમાં મુકે છે. સંયુક્ત પરિવારમાં રહેતાં સલ્લુભાઇ સુમરાના પરિવારજનો કમળ, સાથીયો, ચોરસ, ગોળ, ગુલાબ, ગલગોટા, વેલકમ, પાન, પાંદડી, ઓમ, ફુલ, સુર્યમુખી, કેરી, સ્ટાર, ચક્રી, એક દિવો, ધુપેલીયા વગેરે પ્રકારના વિવિધ રંગના કોડિયા બનાવે છે.
હાલમાં દિવાળીના તહેવારને લઇને ૧ કરોડ કોડિયાની માંગ સામે ૫૦ લાખ જ કોડિયા તૈયાર કરવામાં આવ્યા છે. આ કોડીયા બનાવવા માટે કેરાકોટા નામની સ્પેશ્યલ માટી મોરબીથી મંગાવવામાં આવે છે. આ કોડિયાની ભારતમાં જ નહિ પરંતુ હવે વિદેશમાં પણ ભારે માંગ ઉઠી છે. જેથી સલ્લુભાઇ સુમરા કોડિયા વિદેશમાં નિકાસ કરવા ઇચ્છે છે. કોડિયા ઉપરાંત તેઓ ગલ્લા, ફુલદાની, માટલા, તવી જેવી અન્ય ચીજ વસ્તુઓ પણ બનાવે છે.
પરંતુ દિવાળીના તહેવારોમાં માત્ર કોડિયા બનાવવા ઉપર જ ઘ્યાન આપવામાં આવે છે. તેમનો સમગ્ર પરિવાર હાલમાં કોડિયા બનાવવામાં વ્યસ્ત છે.અનેકવિધ એવોર્ડ અને પુરસ્કારથી સન્માનિત એવા સલ્લુભાઇ સુમરાએ જણાવ્યું કે, ‘‘આધુનિક પઘ્ધતિથી બનાવેલા કોડિયાની માંગ વિદેશમાં ખૂબ જ છે. વિદેશમાં વસતાં ગુજરાતીઓ પોતાના ગુજરાતમાં રહેતાં પરિવારજનો મારફતે ઓર્ડર આપે છે અને પોતે અમેરીકા, યુરોપ, આફ્રિકા, કેનેડા અને ગલ્ફના દેશોમાં મોકલે છે. આમ, બનાસકાંઠાનું કોડિયું વિદેશમાં પણ પ્રકાશ
પાથરે છે.’’
મોરબીની માટીના સ્પેશિયલ કોડિયાં બનાવવામાં આવે છે
ઝેરડા ગામે આવેલા મુસ્લિમ પરિવાર દ્વારા દિવાળીના પર્વમાં સુંદર કોડિયા બનાવવા માટે લાગી જાય છે જેના માટે મોરબીથી સ્પેશ્યલ માટી મંગાવવામાં આવે છે જે માટીની એક ગાડીના ૨૦ હજાર રૂપિયા થાય છે જેમાં ૨૦ ટન માટી આવે છે જેમાંથી ૪૦ થી ૫૦ હજાર કોડિયા બને છે.
Name:
Email ID:
Comments:
Code:
Advertise With Us | Contact Us
Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM
Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.