Divya Bhaskar

 

Uttar Gujarat

દીપડાને પકડવા ફોરેસ્ટ ખાતું ફાંફે ચડ્યું

Bhaskar News, Megharaj
Wednesday, October 07, 2009 02:13 [IST]
Bookmark and Share

રામગઢીમાં દેખાયેલા દીપડાને પકડવા પાંજરૂ ગોઠવાયું



leopardમેઘરજ તાલુકાના રામગઢી ખાતે રવિવારે રાત્રે મુળશીના જંગલોમાંથી આવેલા દિપડાએ ગાયને ફાડી નાખવાના સમાચાર વાયુવેગે પંથકમાં ફેલાતાં પ્રજામાં ભય સાથે ફફડાટ ફેલાયો છે ત્યારે રામગઢીમાં દેખાયેલ દીપડાને પકડવા માટે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓએ પાંજરૂ મંગાવી જંગલ વિસ્તારમાં દિપડાની શોધખોળ હાથ ધરી છે.



મેઘરજ તાલુકાના રામગઢી ગામે રવિવારે રાત્રે મુળશીના જંગલમાંથી આવેલ એક દીપડાએ રત્નાજી લક્ષ્મણજી ડામોરના ખેતરમાં બાંધેલી ગાયને ફાડી ખાધી હતી. ખૂંખાર બનેલા આ દિપડાએ ગાયને ૭૦ થી ૮૦ મીટર દુર સુધી ઢસડીને લઇ ગયો હતો. મોડી રાતના બનેલા આ બનાવથી આ વિસ્તારના પંથકમાં રહેતા લોકો ફફડી ઉઠયા છે. રામગઢીમાં દિપડો આવ્યો હોવાના સમાચાર વાયુવેગે ફેલાતાં જંગલ વિભાગના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા.



ફોરેસ્ટ અધિકારી જી. એમ. બારૈયા તથા બીટગાર્ડ સહિતના કર્મચારીઓએ રામગઢી સહિતના પંથકમાં દિપડાને શોધવા કવાયત હાથ ધરી છે. દીપડાના પંજાના નિશાનો જોઇ પાંજરૂ મંગાવીને રામગઢી વિસ્તારમાં ગોઠવવામાં આવ્યું છે. જો કે અંધારામાં દિપડો મુળશીના જંગલમાં જતો રહ્યો હોવાથી ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ પણ મુંઝવણમાં મુકાયા છે.



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 


Advertise With Us | Contact Us

 

Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM

Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.