Divya Bhaskar

 

Uttar Gujarat

આરોગ્ય વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચાર અંગે રજૂઆત

Bhaskar News, Himatnagar
Wednesday, October 07, 2009 02:11 [IST]
Bookmark and Share

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની બદલી થઇ હોવા છતાં તેઓને મુક્ત કરાયા નથી



corruptionસાબરકાંઠાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની અન્ય જિલ્લામાં બદલી થયાને ઘણા દિવસો વિત્યા હોવા છતાં તેમને મુક્ત નહી કરાતા આરોગ્ય વિભાગમાં ભ્રષ્ટાચારનો સડો વધી રહ્યો હોવાનો આક્ષેપ ખેડબ્રહ્માના ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના વિપક્ષના નેતાએ કરતા ખળભળાટ મચી ગયો છે.



એનઆરએચએમની ભરતી તેમજ ફિમેલ હેલ્થ વર્કર ટ્રેનીગ સ્કૂલમાં પ્રવેશ મામલે તપાસ થાય તો ઘણી ચોંકાવનારી વિગત બહાર આવી શકે તેમ છે. આ સમગ્ર મામલે વિપક્ષના નેતાએ જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી યોગ્ય પગલા લેવા જણાવ્યું છે.



આ અંગે ખેડબ્રહ્માના ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા અશ્વિનભાઇ કોટવાલે જણાવ્યું હતું કે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એચ.એફ. પટેલની થોડા દિવસો અગાઉ બદલી થઇ ગઇ હોવા છતાં તેઓ મુક્ત કરાયા નથી કે અન્યને ચાર્જ સોપાયો નથી.



તેમણે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે જિલ્લામાં ચાલતા બોગસ દવાખાના બંધ કરવાના બદલે કેટલાક દલાલો જઇને રોકડી કરી આવે છે. પીએચસી સેન્ટરો પર સીઆરઓ લખવામાં પણ ગેરરીતી થઇ રહી છે. એનઆરએચએમ પ્રોગ્રામ હેઠળ ભરતીમાં પણ કચેરીના તેમજ સગાવ્હાલાઓની ભરતી કરી દેવાઇ હોઇ તેની તપાસ થવી જોઇએ. બ્લોક હેલ્થ સેન્ટરોમાં તાલુકા કક્ષાએ વાહનો ભાડે રાખવામાં પણ મોટો ભ્રષ્ટાચાર થયો છે.



અશ્વિનભાઇએ વધુમાં જણાવ્યું હતું કે સીડીએચઓની બદલી થઇ હોવા છતાં કચેરીની ફાઇલો તેમના ઘરે જાય છે. મલ્ટીપરપજ હેલ્થ વર્કરોને એચએફડબ્લ્યુની બદલીમાં પણ ગેરરીતી થઇ છે. આરોગ્ય વિભાગમાં ચાલતી અનિયમિતાઓની સંદર્ભેની તપાસ પણ યોગ્ય રીતે થઇ નથી. જેથી ડો. એચ.એફ. પટેલની બદલી થઇ હોઇ તેમને મુક્ત કરી અન્યને ચાર્જ સોપવામાં આવે તેવી રજૂઆત મંગળવારે ડીડીઓને કરાઇ હતી. આ અંગે ડીડીઓ રૂપવંતસિંહે જણાવ્યું હતું કે સીડીએચઓને તાત્કાલિક અસરથી (રીલીવ) મુકત કરવામાં આવશે.



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 


Advertise With Us | Contact Us

 

Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM

Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.