પાલનપુરની સ્ટેટબેન્ક સામેનો બનાવ, બાઇક પર આવેલા શખ્સો નાણાં ભરેલી થેલી તફડાવી ગયા
પાલનપુરમાં તાજેતરમાં ધોળે દિવસે તસ્કરોએ ત્રાટકી એક રહેણાંક મકાનને નિશાન બનાવ્યું હતું. હજુ તો પોલીસ તેના આરોપીઓનું પગેરૂ શોધી રહી છે. ત્યાં મંગળવારે બપોરના સુમારે સ્ટેટ બેંક પાસે મોટર સાઇકલ પર આવેલા બે અજાણ્યા ઇસમોએ એક વ્યક્તિ પાસેથી રૂ. બે લાખ ભરેલી થેલી તફડાવી પલાયન થઇ જતાં ચકચાર મચી ગઇ હતી. આ અંગે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પાલનપુર ખાતે તાજેતરમાં વર્ધમાન બંગ્લોઝમાં અજાણ્યા ઇસમોએ ધોળા દિવસે એક રહેણાંક મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરી હતી. હજુ તો પોલીસ આ કેસનો ભેદ ઉકેલવા ફાંફા મારી રહી છે. ત્યાં મંગળવારે બપોરના સુમારે બાઇક પર આવેલા બે અજાણ્યા ઇસમો એક વ્યક્તિ પાસેથી રૂ. બે લાખ ભરેલી થેલી તફડાવી ગયા હતા.
આ અંગે શહેર પોલીસ મથકના ઓફિસર ભોજાજી રાજપૂતે જણાવ્યું હતું કે ‘શ્રી લક્ષ્મીપુરા કડવા પાટીદાર સામાજીક સેવા ટ્રસ્ટમાં નોકરી કરતાં બાબુભાઇ માનજીભાઇ પટેલ ઉ.વ. ૫૪ (રહે.જૂના લક્ષ્મીપુરા શેરી નં.૮, પાલનપુર)એ મંગળવારે બપોરે સ્ટેટ બેંકના તેમના જોઇન્ટ ખાતામાંથી રૂ.બે લાખ ઉપાડયા હતા. જે નાણાં એક પ્લાસ્ટીકની થેલીમાં પેક કરી સ્ટેંટેબેંકની પાસે પગપાળા પસાર થઇ રહ્યા હતા.
ત્યારે સામેની બાજુએની એક મોટર સાઇકલ ઉપર આવેલા બે ઇસમો પૈકી પાછળ બેઠેલા ઇસમે બાબુભાઇ પટેલ પાસેથી રૂ. બે લાખ ભરેલી થેલી આંચકી લીધા બાદ બંને મોટર સાઇકલ પર નાસી છુટ્યા હતા.આ ઇસમો નાણાં ભરેલી થેલીમાં મુકેલી બેંકની પાસબુક પણ લઇ ગયા હોવાનું પોલીસ મથકના સૂત્રોએ જણાવ્યું હતું. આ અંગે બાબુભાઇએ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે બે અજાણ્યા ઇસમો સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.આ ઘટનાને પગલે સ્ટેટબેંક પાસે લોકોનું મોટુ ટોળુ એકઠા થઇ ગયું હતું.
રૂ.બે લાખ ઉછીના આપવાના હતા
લક્ષ્મીપુરા ખાતે રહેતા બાબુભાઇ પટેલ ૧૧ વર્ષથી સામાજીક ટ્રસ્ટમાં રૂ.૧૫૦૦ના પગારથી નોકરી કરતા હતા. જેમને રૂ.ર લાખ મહેશભાઇ પટેલ (રહે. બેચરપુરા)ને ઉછીના આપવાના હોવાથી સ્ટેટબેંકના પોતાના ખાતામાંથી નાણાં ઉપાડી ઘરે જઇ રહ્યા હતા. ત્યારે મોટર સાઇકલ પર આવેલા અજાણ્યા ઇસમો નાણાં ભરેલી થેલી લઇ ફરાર થઇ ગયા હતા.
Name:
Email ID:
Comments:
Code:
Advertise With Us | Contact Us
Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM
Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.