Divya Bhaskar

 

Mumbai

‘એમએનએસ’ અક્ષરો વાંચતાં જ જયા બચ્ચન..

Bhaskar News, Mumbai
Wednesday, October 07, 2009 00:44 [IST]
Bookmark and Share

ટીવી રિપોર્ટરના માઈક પર ‘એમએનએસ’ (મીડિયા ન્યુઝ સર્વિસ) શબ્દો વાંચતા જ જયાએ તેમને કાઢી મૂક્યા હતા



jayવિખ્યાત અભિનેત્રી અને સમાજવાદી પક્ષનાં સંસદસભ્ય જયા બચ્ચન અને રાજ ઠાકરે પ્રણિત મનસે વચ્ચે વૈમનસ્ય ફરી એક વખત (આ વખતે નિરુદેશે-બેઘ્યાન પણે) પ્રગટ થયું હતું.



જયા બચ્ચનની મુલાકાત અથવા બાઈટ લેવા ગયેલા ટી.વી. ચેનલના પ્રતિનિધિના માઈક પર ‘એમએનએસ’ અક્ષરો લખેલા જોઈને રોષે ભરાયેલાં જયા બચ્ચને એ ચેનલના સંવાદદાતા - ફોટોગ્રાફરને બહાર કાઢી મૂક્યા હતા.



સમાજવાદી પક્ષના મુંબાદેવી મતક્ષેત્રના ઉમેદવાર બશીર મૂસા પટેલના પ્રચાર માટે મિનારા મસ્જિદ વિસ્તારમાં ગયેલાં જયા બચ્ચનની આસપાસ ટીવી ચેનલ્સના પ્રતિનિધિઓ તથા પત્રકારોની ભીડ જામી હતી.



મીડિયા ન્યૂઝ સર્વિસ (એમએનએસ) નામની સ્થાનિક ટીવી ચેનલના સંવાદદાતાએ જયાની પ્રતિક્રિયા મેળવવા પોતાનું માઈક આગળ વધાર્યું હતું. માઈક નજીક આવતાં જયાએ ‘એમએનએસ’ અક્ષરો વાંચ્યા હતા. તરત જ તેમના મગજની કમાન છટકી હતી. એ ચેનલના જે કોઈ આવ્યા હોય.



એ બધાને બહાર કાઢ્યા વિના કંઈ પણ નહીં બોલવાનું જાહેર કર્યું હતું.ચેનલે સ્પષ્ટતા કરી હતી કે ‘‘અમે મીડિયા ન્યુઝ સર્વિસ (એમએનએસ) માટે અમે કામ કરીએ છીએ. રાજ સાથે અમને કોઈ સંબંધ નથી.’’ પરંતુ જયાએ વાત સ્વીકારી નહોતી.



જયા બચ્ચન કો ગુસ્સા કયું આયા?



ગયા વર્ષના સપ્ટેમ્બર મહિનામાં જયા બચ્ચન અને રાજ ઠાકરે (એમએનએસ) વચ્ચે ખાસ્સો ગજગ્રાહ થયો હતો. અભિષેક બચ્ચનની ફિલ્મ ‘દ્રોણ’ના મ્યુઝિક આલ્બમના પ્રકાશન વેળા જયાએ અમિતાભનો વિરોધ કરનારા રાજ ઠાકરે તરફ કટાક્ષ કરતાં કહ્યું હતું કે ‘‘મહારાષ્ટ્રની જનતા અમને માફ કરે, અમે ઉત્તર પ્રદેશના હોવાથી હિન્દીમાં જ બોલીશ.’’



આ શબ્દો સામે મનસે અને શિવસેના રોષે ભરાયા હતા. બચ્ચન પરિવાર માફી ન માગે તો તેમની એક પણ ફિલ્મ મુંબઈમાં ચાલવા નહીં દેવાની ધમકી આપ્યા બાદ અમિતાભે પોતે જાહેરમાં માફી માગી હતી. એ વખતથી જયા બચ્ચનના મનમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના માટે જબ્બર રોષ છે.



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 


Advertise With Us | Contact Us

 

Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM

Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.