મોટા રાજકીય પક્ષોના હેવી વેઈટ રાજકારણીઓને ટિકિટ નકારાતાં તેઓ અપક્ષ-ઉમેદવારી દ્વારા બળવાખોરી કરી રહ્યા હોવાથી એ પક્ષોના સત્તાવાર ઉમેદવારોની શક્યતાઓ પર અસર થાય છે. મહારાષ્ટ્ર સહિત દેશભરમાં કોંગ્રેસ માટે આ નવો અનુભવ નથી. જોકે અનેક વખતના અનુભવ પછી બળવાખોરોને વિજ્ય મળેલો સરકાર ચ્ચનામાં ‘સ્ટેન્ડ બાય’ રાખવાની ગણતરી પણ હોઈ શકે.
ભૂતકાળમાં પણ કોંગ્રેસે મહારાષ્ટ્રમાં બળવાખોરોની સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. પણ આ વખતે એ સમસ્યા મોટી છે. પરંપરાગત રીતે કોંગ્રેસનો ગઢ ગણાતા મહારાષ્ટ્રમાં આ વખતે કોંગ્રેસ-એનસીપીના બળવાખોરની સંખ્યા ચિંતાજનક છે.
બળવાખોરીની ઘટનાઓમાં અમરાવતીની બેઠક સૌના આકર્ષણનું કેન્દ્ર રહેશે. આ બેઠક પર કોંગ્રેસના હાલના વિધાનસભ્ય અને રાજ્યના પ્રધાન ડો. સુનીલ દેશમુખ, પક્ષના સત્તાવાર ઉમેદવાર અને રાષ્ટ્રપતિ પ્રતિભાતાઈના પુત્ર રાજેન્દ્ર શેખાવતની સામે અપક્ષ ઉમેદવારી કરી રહ્યા છે.
વર્ષ ૧૯૯૦માં પહેલી જ વખત કોંગ્રેસને સાદી બહુમતીમાં થોડા સભ્યો ઓછા પડતાં સરકારની ચ્ચનામાં અપક્ષ વિધાનસભ્યોની ભૂમિકા મહત્ત્વપૂર્ણ બની હતી. મહારાષ્ટ્રની રાજ્ય તરીકે સ્થાપના થઈ ત્યારથી આ રાજ્ય, કોંગ્રેસનો ગઢ ગણાતું હોવાથી મોટા ભાગના અપક્ષ ઉમેદવારો કોંગ્રેસના બળવાખોરો જ છે. એ તમામ પક્ષે સત્તાવાર ઉમેદવારી નકારવાને લીધે બળવાખોરી કરી છે.
ગઈ વખતના સત્તાવાર ઉમેદવાર આ વખતે બળવાખોર
અગાઉની કરવીર વિધાનસભા બેઠક પર વર્ષ ૨૦૦૪માં બળવાખોર સાતે જ પાટીલસ સામે હારી ગયેલા એનસીપી નેતા અને ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાન દિગ્વિજ્ય ખાનવિલકર આ વખતે સાતે જ પાટીલની સામે બળવાખોરી કરી રહ્યા છે.
આ મત વિસ્તાર નવા સીમાંકનમાં કોલ્હાપુર (દક્ષિણ) બેઠક તરીકે પાંચ વર્ષ પૂર્વે માલશિરાસ ખાતે પષ્ઠિપૂર્તિની ઉજવણી વેળા ૧૯૮૦ની સાલમાં તેમને માલશિરાસ (સોલાપુર) બેઠક પરથી ટિકિટ નકારાઈ ત્યારે બળવાખોરી માટે વસંતદાદા અને શરદ પવારે કેવું પ્રોત્સાહન આપ્યું, એ જાહેરમાં જણાવ્યું હતું.
અગાઉના બળવાખોરો આ બખતે સત્તાવાર ઉમેદવાર
ભૂતકાળમાં અનેક બળવાખોરોએ પક્ષના સત્તાવાર ઉમેદવારને હરાવતાં ત્યારપછીની ચૂંટણીઓમાં તેમને અનિવાર્યપણે ટિકિટ અપાઈ હતી. કોંગ્રેસે વર્ષ ૨૦૦૪માં બળવાખોરી કરીને જીતેલા રામપ્રસાદ બોર્ડિકર (જિન્તુર), સતેજ પાટીલ (કોલ્હાપુર દક્ષિણ), શિવાજીરાવ નાઈક (શિરાળા), મદન પાટીલ (સાંગલી) અને મદન ભોંસલે (વાઈ)ને આ વખતે પક્ષે સત્તાવાર ઉમેદવારી આપી છે.
વર્ષ ૨૦૦૪માં રામપ્રસાદ બોર્ડિકરે અને મદન પાટીલે કોંગ્રેસના ઉમેદવારોને હરાવ્યા હતા. (મદન પાટીલને અશોક ચવ્હાણે પ્રધાનપદ આપ્યું હતું). અને શિવાજીરાવ નાઈક, મદન ભોંસલે અને સતેજ પાટીલે રાષ્ટ્રવાદી કોંગ્રેસના ઉમેદવારોને હરાવ્યા હતા.
એ વખતે રાષ્ટ્રવાદી કોંગ્રેસના રાજ્ય એકમના પ્રમુખ બબનરાવ પાચપૂતેએ શ્રીગોંદા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવારને હરાવ્યા હતા. પાચપૂતે એ વખતે જીત્યા પછી એનસીપીના સહયોગી સભ્ય બન્યા હતા અને રાજ્ય સરકારમાં પ્રધાનપદ પણ મેળવ્યું હતું.
Name:
Email ID:
Comments:
Code:
Advertise With Us | Contact Us
Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM
Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.