Divya Bhaskar

 

Mumbai

મેઘરાજની જોરદાર એકસ્ટ્રા ઇનિંગ યથાવત્

Bhaskar News, Mumbai
Wednesday, October 07, 2009 00:40 [IST]
Bookmark and Share

મુંબઈ - પુણે સહિત શહેરોની પાણીની તંગી દૂર



મુંબઈ-અમદાવાદ, મુંબઈ-પુણે, મુંબઈ-ગોવા માર્ગોપર ભારે વરસાદ



rainવરસાદની ચોથી ઈનિંગમાં મુંબઈ અને પુણે શહેરોની પાણીની તંગી દૂર થવાના સંજોગો સર્જાયા છે. જ્યારે આવતા ૪૮ કલાકમાં મુંબઈ ઉપરાંત કોંકણ-ગોવા, મઘ્ય મહારાષ્ટ્ર, વિદર્ભ અને મરાઠવાડાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ ચાલુ રહેવાની આગાહી વેધશાળાએ કરી હતી.



મુંબઈને પાણી પુરવઠો આપતા જળાશયો છલકાવાની તૈયારીમાં છે અને પુણેને પાણીપુરવઠો આપતા જળાશયોના વિસ્તારોમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે.
મુંબઈ, થાણે અને નવી મુંબઈના વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેતાં મંગળવારે ઉપનગરીય રેલવેના મેઈન લાઈન અને હાર્બર લાઈનનું સમયપત્રક ખોરવાયું હતું.



બધી ગાડીઓ વીસથી ત્રીસ મિનિટ મોડી દોડતી હતી અનેક ગાડીઓ રદ કરાઈ છે. મઘ્યરેલવેની લાંબા અંતરની ગાડીઓના સમયપત્રક પર અસર થઈ છે. પશ્ચિમ રેલવેની લોકલગાડીઓ પંદરેક મિનિટ મોડી દોડતી હતી. મુંબઈ-પુણે, મુંબઈ-ગોવા તથા મુંબઈ-અમદાવાદ ધોરીમાર્ગોપર ભારે વરસાદ પડી રહ્યો છે.



પશ્ચિમ મહારાષ્ટ્રમાં સતત છ-સાત દિવસોથી પડતા વરસાદને કારણે સૌપ્રથમ કોલ્હાપુર અને પછી પુણે તથા સાતારાને પાણીપુરવઠો આપતા જળાશયો છલકાયા હતા. મુંબઈને પાણીપુરવઠો આપતા તુલસી અને તાનસા તળાવો છલકાયા છે.



ગુજરાતથી કોંકણની કિનારા પટ્ટીના વિસ્તારમાં વાતાવરણમાં ઓછા દબાણનું ક્ષેત્ર બનતાં રાજ્યમાં ફરી બેફામ વરસાદનો તડાકો પડ્યો હતો. પુણેમાં ખડકવાસલા બંધના જળાશયને બાદ કરતાં અન્ય જળાશયોના પરિસરમાં મંગળવારે સવારથી જોરદાર વરસાદ ચાલતો હતો. પાનેશત, ટેમઘર, વરસગાંવ અને મુળશી બંધોના પરિસરોમાં ઓછા વત્તા પ્રમાણમાં વરસાદ ચાલે છે.



ક્યાં કેટલો વરસાદ



સોમવારે આખા દિવસમાં મુંબઈ-નવીમુંબઈમાં ૧૦થી ૧૫ મિ.મી, પુણેમાં ૪ મિ.મી, કોલ્હાપુરમાં ૫ મિ.મી, ઓરંગાબાદમાં ૦.૮ મિ.મી, રત્નાગિરીમાં ૧૯ મિ.મી, મહાબળેશ્વરમાં ૬૨ મિ.મી, સાતારામાં ૧ મિ.મી અને જળગાંવમાં ૩ મિ.મી. વરસાદ પડ્યો હતો.



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 


Advertise With Us | Contact Us

 

Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM

Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.