Divya Bhaskar

 

Mumbai

ભારતના દરેક પ્રાંતના લોકોનો આદર કરવાની શરદ પવારની સલાહ

Agency, Nashik
Wednesday, October 07, 2009 00:40 [IST]
Bookmark and Share

ભારતના દરેક પ્રાંતના લોકોનો આદર રાખવો જોઈએ એવું કહીને એનસીપીના પ્રમુખ શરદ પવારે મનસે પ્રમુખ રાજ ઠાકરેને ટોણો માર્યો છે.



pawarદેશના વિવિધ ભાગોમાંથી લોકો મુંબઈ અને મહારાષ્ટ્રમાં વિવિધ કારણસર આવજા કરે છે. તેઓ આવે છે તેમ મુંબઈ અને મહારાષ્ટ્રમાંથી પણ ઘણા લોકો અન્ય રાજયોમાં જતા હોય છે. આવા સંજોગોમાં ભેદભાવ કરવાનો કયાં કોઈ સવાલ ઊભો થાય છે, એમ પવારે
જણાવ્યું હતું.



મનસે પ્રમુખ રાજ ઠાકરે પરપ્રાંતિયો સામે સતત આગ ઓકે છે તેમનું નામ લીધા વિના પવાર ગઈ કાલે રાત્રે દેવલાલી ખાતે પક્ષના ઉમેદવાર નાનાસાહેબ સોનાવણેના પ્રચારમાં બોલતા હતા.



આપણે અન્ય પ્રાંતના લોકોનો આદર કરીશું તો આપણે ત્યાંથી અન્ય રાજ્યમાં જનારાનો આદર થશે, એમ તેમણે જણાવ્યું હતું. સોનાવણે સામે ચાર વાર શિવસેનાની ટિકિટ પરથી ચૂંટાઈ આવેલા અને માજી પ્રધાન બબનરાવ ઘોલપ અને મનસેના રાજુ વેરાગર છે.



આપણે અન્ય પ્રાંતના લોકોનો આદર કરીશું તો આપણે ત્યાંથી અન્ય રાજ્યમાં જનારા લોકોનો આદર થશે



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 


Advertise With Us | Contact Us

 

Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM

Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.