Divya Bhaskar

 

Mumbai

પત્નીની હત્યાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કરનાર જેલમાં

Bhaskar News, Mumbai
Wednesday, October 07, 2009 00:39 [IST]
Bookmark and Share

jailમુલુંડમાં રહેતા એક ગુજરાતી યુવકે પોતાની પત્નીને મોતને ઘાટ ઉતારી દીધા બાદ પત્નીના મૃતદેહને સીલિંગ ફેન સાથે લટકાવી પત્નીએ આપઘાત કર્યો હોવાનું પુરવાર કરવાનું નાટક કર્યું હતું.



પત્નીની હત્યા કર્યા બાદ આરોપી પતિએ ભારે રોકકળ પણ મચાવી હતી, જેને કારણે શરૂઆતમાં પોલીસ અધિકારી પોતે ગેરમાર્ગે દોરવાઇ ગયા હતા. જોકે બાદમાં પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવતાં હત્યારા પતિના નાટકવેડાની પોલ ખોલી નાખી હતી.



મુલુંડ પોલીસે ઘટનાની વધુ વિગત આપતાં જણાવ્યું કે આર. પી. રોડ પર ભીમવાડી મ્યુનિસિપલ બિલ્ડિંગની નજીકમાં સાકરબાઇ ચાલમાં રહેતા ૩૧ વર્ષીય અરવિંદ લક્ષ્મણ ગોહિલે રવિવારે સાંજે ભારે રોકકળ મચાવી હતી.



અરવિંદના ઘરે આસપાસના રહેવાસીઓ જમા થઇ ગયા હતા. અરવિંદની પત્ની ઉષાનો મૃતદેહ સીલિંગ ફેન સાથે લટકી રહ્યો હતો તેઓ પણ સ્તબ્ધ રહી ગયા હતા.



પોલીસે ઘટનાસ્થળે જઇ તપાસ કરી હતી. મૃતક ઉષાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી જ્યારે પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી ત્યારે અરવિંદે જણાવ્યું હતું કે ઉષાએ આપઘાત કરી લીધો છે.



અરવિંદે એવો દેખાવ કર્યો હતો કે જાણે તે આ ઘટનાને કારણે ભારે હતાશ થઇ ગયો હોવાનું લાગી રહ્યું હતું. પોલીસ દ્વારા આત્મહત્યાના ગુનાની નોંધ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.



જોકે સોમવારે સાંજે જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો ત્યારે જાણવા મયું કે ઉષાની પહેલા મારપીટ થઇ હતી તેમ જ ગળે ટૂંપો દઇ ઉષાને મોતને ઘાટ ઉતારી દીધા બાદ ગળે ફાંસો પહેરાવી લટકાવવામાં આવી હોવાની શંકા તબીબે વ્યકત થઇ હતી, જેને કારણે આ કેસની પરીથી તપાસ હાથ ધરવામાં આવી હતી.



પોલીસે કડકાઇથી કામગીરી હાથ ધરાતાં ઉષાના પતિ અરવિંદે ગુનો કબૂલી લીધો હતો. અરવિંદને શંકા હતી કે પત્ની ઉષા ચારિત્ર્યહીન છે અને તે અનૈતિક સંબંધ ધરાવે છે. આ શંકાની અદાવતે અરવિંદે ઉષાને મોતને ઘાટ ઉતારી દીધી હતી. પોલીસને ગેરમાર્ગે દોરવા અરવિંદે પોતાની પત્નીએ આપઘાત કરી લીધો હોવાનું પુરવાર કરવા નાટક રરયું હતું.



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 


Advertise With Us | Contact Us

 

Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM

Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.