Divya Bhaskar

 

Mumbai

અમેરિકન યુવક અને યુવતીએ હિન્દુ વૈદિક વિધિપૂર્વક લગ્ન કર્યા

Bhaskar News, Mumbai
Wednesday, October 07, 2009 00:38 [IST]
Bookmark and Share

marriageભારતના યુવાનો અમેરિકા અને પશ્ચિમના દેશોની સંસ્કૃતિના અનુકરણ પર ઘ્યાન આપે છે અને અમેરિકા તથા અન્ય પશ્ચિમી દેશોનો યુવા વર્ગ ભારતના જ્ઞાન, સંસ્કૃતિ અને રિવાજોમાં ઊડો રસ લઈ રહ્યો છે. આ બાબત યોગાભ્યાસ અને આયુર્વેદ માટે એ દેશોમાં ફેલાયેલા આકર્ષણમાં જોઈ શકાય છે. અગાઉના સેંકડો કિસ્સાની માફક તાજેતરમાં મુંબઈમાં અમેરિકન યુવક-યુવતીએ વૈદિક પદ્ધતિએ લગ્ન કર્યા હતા.

બે દિવસ પૂર્વે ગિરગામ ચોપાટી સ્થિત રાધા ગોપીના મંદિરમાં અમેરિકન યુવક અને યુવતીએ સપ્તપદીના ફેરા અને વૈદિક મંત્રોચ્ચાર સાથે લગ્ન કર્યા હતા. તેમને પ્રત્યેક સંસ્કત મંત્ર-શ્લોકના અંગ્રેજી અનુવાદ કરીને અર્થો સમજાવાયા હતા. આ લગ્નમાં નવદંપતીને આશીર્વાદ આપવા માટે અમેરિકાથી તેમના ૧૪ કુટુંબીઓ-મિત્રો આવ્યા હતા.

નવદંપતીએ યોગાસનોનો અભ્યાસ શરૂ કર્યા બાદ તેમનામાં બદલાવ આવ્યો હોવાનું જણાવતાં ઉમેર્યું હતું કે ‘‘યોગાભ્યાસ દરમિયાન અમને વૈદિક પદ્ધતિએ વિવાહનો વિચાર આવ્યો હતો, અમે માંસાહાર અને દારૂ-નશીલા પદાર્થો-વ્યસનો છોડ્યા છે.

લગ્નનું બંધન, આ સંબંધ કાયમી હોવાનું વિશ્વાસપૂર્વક માનીએ છીએ. મંત્રોનો અર્થ સમજાવાતાં આ એક ધાર્મિક વિધિ હોવાનો વિશ્વાસ દ્રઢ થયો. આ તોડી શકાય એવો કરાર નહીં હોવાનું હવે માનીએ છીએ.’’



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 


Advertise With Us | Contact Us

 

Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM

Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.