ભાજપના નેતા સિદ્ધરામ પાટીલની પ્રચાર સભામાં ગોળીબાર કરી એકને મોતને ઘાટ ઉતારવા પ્રકરણે ભૂતપૂર્વ ગૃહ રાજ્ય પ્રધાન સિદ્ધરામ મ્હેત્રેની આગોતરા જામીન માટેની અરજી મંગળવારે હાઇકોર્ટે ફગાવી દીધી હતી, જેને પગલે સિદ્ધરામ મ્હેત્રેની ગમે તે ગડીએ ધરપકડ થઇ શકે છે. ગોળીબારની ઘટના બાદ સિદ્ધરામ મ્હેત્રે ભૂગર્ભમાં ઊતરી ગયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
અક્કલકોટ તાલુકાના શેગાવ વિસ્તારમાં ૨૬ સપ્ટેમ્બરે સિદ્રામપ્પા પાટીલે પ્રચાર સભા યોજી હતી. આ દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાએ ગોળીબાર કર્યોહતો, જેમાં પાટીલને નજીવી ઇજા થઇ હતી, જ્યારે ભાજપના કાર્યકર્તા ભીમાશંકરનું મોત નીપજ્યું હતું.
આ ઘટના બાદ ભાજપે આક્ષેપ કર્યોહતો કે સિદ્રમપ્પા પાટીલના હરીફ કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધરામ મ્હેત્રેનો આ ઘટના પાછળ હાથ છે. મ્હેત્રેના ઇશારે પાટીલનું હત્યાનું કાવતરું ઘડાયું હોવાનો આરોપ લગાવી ભાજપના કાર્યકર્તાઓએ ઘટનાના વિરોધમાં મોરચો કાઢી રાજ્યપાલને નિવેદન સોંપ્યું હતું. પોલીસે ગોળીબાર પ્રકરણે સિદ્ધરામ મ્હેત્રેના ભાઇ શંકર મ્હેત્રે સહિત દસ શકમંદોની અટકાયત કરી હતી.
Name:
Email ID:
Comments:
Code:
Advertise With Us | Contact Us
Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM
Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.