Divya Bhaskar

 

નડિયાદના નિવૃત્ત શિક્ષકોનું ઉપવાસ આંદોલન સમેટાયું

Bhaskar News, Nadiad
Wednesday, October 07, 2009 00:31 [IST]
Bookmark and Share

પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરે પારણાં કરાવ્યાનડિયાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પેન્શનરોએ શરૂ કરેલા આંદોલનના બારમા દિવસે પાલિકા પ્રમુખ દિપલબેન પટેલે શિક્ષકોને લીંબુ શરબત પીવડાવી પારણાં કર્યા હતા.

નગરપ્રાથમિક શિક્ષક પેન્શનર મંડળના પ્રમુખ આદમભાઈ ગ. શાભઈએ જણાવ્યુ હતું કે, છેલ્લા પાંચ મહિનાથી છઠ્ઠા પગારપંચના ધારાધોરણ મુજબ પેન્શન ચુકવવામાં આવતું નથી. આ બાબતે વારંવાર રજૂઆતો કરવામાં આવી છે.

પરંતુ નગરસેવા સદને નિયમો મુજબ છઠ્ઠા પગારપંચ મુજબ મળવાપાત્ર પાંચ ટકા ફાળાની રકમ ન.પ્રા.શિક્ષણ સમિતિને ચુકવેલ ન હોવાથી શિક્ષકોએ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યુ હતું અને શિક્ષકો ઉપવાસ આંદોલન પર બેઠા હતા. ઉપવાસ આંદોલન દરમિયાન બે શિક્ષકોની તબિયત પણ લથડી ગઈ હતી.

આ સમય દરમિયાન પાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખ સાથે વાટાઘાટોનો દોર ચાલુ હતો. જેમાં મંગળવારે તેનો સુખદ અંત આવ્યો હતો. શિક્ષકોને લીંબુ શરબત પીવડાવી પારણાં કરાવ્યા હતા.









Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 


Advertise With Us | Contact Us

 

Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM

Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.