૧૪ બેઠકો માટે વિક્રમજનક મતદાન : આજે મતગણતરી : માત્ર ૨૪ મતદારો ગેરહાજર રહેતાં તર્કવિતર્ક
ગોધરા ઉત્પાદન બજાર સમિતિની ૧૪ બેઠકો માટે શાંતીપૂર્ણ વાતાવરણમાં યોજાયેલી ચૂંટણીમાં વિક્રમજનક ૯૮ ટકા મતદાન નોંધાયુ હતુ. માત્ર ૨૪ મતદારો ગેરહાજર રહેતા અનેક તર્કવિતર્કોએ સ્થાન લીધુ છે.
ગોધરા ઉત્પાદન બજાર સમિતિની ચૂંટણી મેદાનમાં ખેડૂત વિભાગની આઠ બેઠકો માટે ૨૨ ઉમેદવાર, ૪૧૪ મતદારો, વેપારી વિભાગના ૪ બેઠકો માટે ૧૨ ઉમેદવારો, ૨૬૪ મતદારો અને ખરીદ વેચાણ વિભાગની બે બેઠકો માટે ૦૪ ઉમેદવારો, ૧૧૧ મતદારો એમ કુલ ૧૪ બેઠકો માટે કુલ ૩૮ ઉમેદવારો અને ૭૭૪ મતદારો નોંધાયેલા હતા.
ચૂંટણી અધિકારી હિંમતનગરનાં જે.જે.પંડયાનાં માર્ગદર્શન હેઠળ સવારે ૯ થી ૫ સુધી યોજાનાર ચૂંટણીને અનુલક્ષીને વહેલી સવારથી જ અગ્રણી નેતા સહિત ટેકેદારોની ભીડભાડ જામી હતી. ખેડૂત વિભાગમાં ૪૧૧, વેપાર મતવિભાગમાં ૨૫૯ અને સહકારી ખરીદ વેચાણ મંડળીના ૮૦ મતદાન થયુ હતુ. નોંધાયેલા કુલ ૭૭૪ પૈકી ૭૫૦ મતદારોએ મત નાખ્યા હતા અને ૨૪ મતદારો અન્ય કારણોસર ગેરહાજર રહેતા અનેક તર્કવિતર્કોએ સ્થાન લીધુ છે.
ઉભા કરાયેલા ચાર બુથની મતપેટીમાં મતદારોનુ ભાવિ સીલ થવાની સાથે બુધવારે ૯ કલાકથી મતગણતરી હાથ ધરાશે. સહકારી ખરીદ વેચાણ મંડળી વિભાગ ૯૬ પૈકી ૮૦ પડેલા મતોની ગણતરી મોકૂફ રખાયા છે. સીલબંધ કવર હાઇકોર્ટમાં રજુ કરવાની સાથે આખરી હુકમ દરમિયાન જરૂરી નિર્ણય જાહેર કરવામાં આવનાર છે.
Name:
Email ID:
Comments:
Code:
Advertise With Us | Contact Us
Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM
Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.