Divya Bhaskar

 

વોટર બ્રાઉઝર અધવચ્ચે જ ખોટકાયું

Bhaskar News, Dahod
Wednesday, October 07, 2009 00:27 [IST]
Bookmark and Share

ઢગલાબંધ ક્ષતિ વાળુ બ્રાઉઝર ક્રેઇનથી પાછુ મોકલાયું : માંડ ૨૫ કિ.મી. ચાલી શકયું : માત્ર મિની ફાયર ટેન્ડર દાહોદ પહોંરયુંગુજરાત સ્ટેટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી દ્વારા કરોડોના ખર્ચે નગર સેવા સદનો અને મહાનગર સેવા સદનોને ફાયર સેફટીના અધતન યંત્રો ફળવાયા છે. દાહોદ નગર સેવા સદનને પણ એક ફાયર ટેન્ડર અને વોટર બ્રાઉઝર ફળવાયુ હતું પરંતુ વોટર બ્રાઉઝર દાહોદ લવાય તે પહેલાં કલાકમાં જ ખોટકાઇ જતાં તેને ક્રેઇન દ્વારા પરત મોકલવામાં આવ્યુ હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.

ગુજરાત સ્ટેટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા રાજયના મહાનગર, સેવા સદનો અને નગર સેવા સદનોને ૩૮ કરોડના ખર્ચે ૧૩૫ વોટર બ્રાઉઝર અને ૨૭ કરોડના ખર્ચે ૧૨૬ મીની ફાયર ટેન્ડર ફળવાયા છે. દાહોદ નગર સેવા સદનને પણ ૨૧.૭ લાખ રૂપિયાનુ મીની વોટર ફાયર ટેન્ડર અને ૨૮.૨ લાખ રૂપિયાની કિંમતનું વોટર બ્રાઉઝર સુપરત કરવામાં આવ્યું હતું.

આ બંન્ને યંત્રોને ગાંધીનગરથી દાહોદ લાવવામાં આવતાં હતા ત્યારે ૧૨ હજાર લીટર પાણીની સંગ્રહ શકિત ધરાવતુ ૧૮૦ હોર્સ પાવરનું વોટર બ્રાઉઝર ગાંધીનગરથી ૨૫ કિલોમીટર દૂર આવતાં જ ખોટકાઇ ગયુ હતું. આ બ્રાઉઝર ૨૦૦૦ લિટર પ્રતિ મિનીટના દરે ૬૦ મીટરના અંતર સુધી પાણી ફેંકી શકે તેવુ હોય છે.

આવા અત્યાધુનિક અને મોંઘાદાટ બ્રાઉઝરને દોડાવતાં જ તેમાં રહેલી ક્ષતિઓ જણાઇ આવી હતી. જેમાં જોઇન્ટમાં ક્ષતિ હતી ઉપરાંત એર લાઇન લીકેજ હતી તેમજ એર ટેન્ક પણ ડેમેજ માલૂમ પડી હતી.

આમ મેઇન લાઇનમાં જ ભંગાણ ધરાવતા આ વોટર બ્રાઉઝરને ક્રેઇન દ્વારા પરત મોકલવુ પડયુ હતું. દાહોદમાં માત્ર મિની ફાયર ટેન્ડર જ પહોંચી શકયુ છે ત્યારે આધુનિક વોટર બ્રાઉઝર માટે કેટલા દિવસ રાહ જોવી પડશે તે આવનાર સમય જ બતાવશે.







Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 


Advertise With Us | Contact Us

 

Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM

Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.