આગામી ગુરૂવારથી પંચમહાલ જિલ્લાના ગોધરામાં સૌપ્રથમવાર પાંચ દિવસીય રાષ્ટ્રીય કક્ષાની ટેબલ ટેનીસ ટુર્નામેન્ટનો પ્રારંભ થનાર છે. જેમાં દેશભરના જુદાજુદા રાજયોમાંથી ૩૩ જેટલી ટીમો ભાગ લેવા આવી પહોંચનાર છે.
ગત તા.૨૬ જાન્યુઆરીના પર્વ ઉજવણી દરમિયાન મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયેલ ગોધરાના કનેલાવ તળાવ સ્થિત સ્પોર્ટસ સંકુલની ભેટ આપ્યા બાદ સૌપ્રથમવાર જિલ્લામાં રાષ્ટ્રકક્ષાની સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યુ છે. સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના ઉપક્રમે તા. ૮ થી ૧૩ ઓકટોબર સુધી યોજાનાર સ્પર્ધાને સફળ બનાવવા તંત્ર દ્વારા ૧૦ ટેબલ વ્યવસ્થા સહિતની તમામ તૈયારીપૂર્ણ કરી દેવાઇ છે.
કલેક્ટર તોરવણે, સચિવ પઠાણ સહિતઆગેવાનોએ યોજેલી પરિષદમાં માહિતી આપતા જણાવ્યુ હતુ કે, અંદાજીત ૨૫ લાખના ખર્ચે પૈકી ૧૦ લાખ ઉપરાંતનો ફાળો સ્થાનિક કક્ષાએથી કરવામાં આવનાર છે. આ સ્પર્ધામાં દેશભરના જુદાજુદા ગુજરાત, દિલ્હી, કાશ્મીર, પશ્વિમ બંગાળા, કેરાલા, મણીપુર સહિતના રાજયોમાંથી ૩૩ ટીમો ભાગ લેનાર છે.શાળાકીય સ્પર્ધામાં ૧૪,૧૭ તેમજ ૧૯ વર્ષની વયના છોકરા અને છોકરીઓની ટીમ મળીને ૧૫૦૦ રમતવીરો પોતાનો કૌશલ્ય પ્રદર્શન કરવા ઉત્સાહિત બનવાની સાથે પ્રેકટીસમાં પરોવાયા છે.
તેઓની સાથે કોચ સહિતના વધુ ૩૦૦ ઉપરાંત વાલી, માર્ગદર્શકો પણ આવી પહોંચનાર છે. ન્યૂઇરા હાસ્કૂલ, રામપુર, કાંકણપુર, વેગનપુરની શૈક્ષિણિક સંસ્થામાં રોકાણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ઉદ્દઘાટન વિધીમાં મંત્રી ફકીરભાઇ વાધેલા, મંત્રી અમીત શાહના હસ્તે પ્રારંભ થનાર છે. જિલ્લાના કલાકાર ભરત બારીયા પણ પોતાની નૃત્યકળા રજુ કરશે.
Name:
Email ID:
Comments:
Code:
Advertise With Us | Contact Us
Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM
Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.