રોજિંદા ચીજવસ્તુઓના ભાવવધારાથી ગૃહિણીઓના બજેટને ખોરવ્યું : દિવાળીના ખર્ચાઓમાં કાપ મૂકવો પડે તેવી સ્થિતિ
દિવાળી બારણે ટકોરા દઈ રહી છે. પરંતુ મોંઘવારીની માઝાએ દિવાળીના ઉજાસને ઝાંખો પાડી રહ્યો છે. સરકારે ઈલેકટ્રોનીક, મોબાઇલ, જેવી ચીજવસ્તુઓમાં રાહત આપી છે. પરંતુ રોજિંદા જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવોથી ગૃહિણીઓ માટે ‘એક સંધાય ત્યાં તેર તૂટે’ જેવી સ્થિતિ સર્જાઈ છે. દર મહિને થતી બચતથી ગૃહિણીઓને દિવાળીના ખર્ચાઓમાં રાહત રહેતી હતી. પરંતુ ચાલુ વર્ષે મોંઘવારીની મહાજાળમાં ફસાયેલી ગૃહિણીઓને દિવાળીમાં કરકસર કરવાની ફરજ પડી રહી છે.
દિવસની શરૂઆતમાં જ આવશ્યક એવા દૂધ, ચા, ખાંડ, બ્રેડ, બટર, ચીઝ જેવી તમામ ચીજવસ્તુઓના ભાવવધારાથી મહિનાના બજેટમાં રૂ.પ૦૦ વધી ગયા છે. ત્યારબાદ જરૂરી શાકભાજીમાં બટાકા, ડુંગળી, લીંબુમાં પણ અકલ્પનીય ભાવ વધારો છે. જો કે મહારાષ્ટ્રમાં થયેલ વરસાદના પગલે ચરોતર પંથકમાં લીલા શાકભાજીની આવક વધી છે.
જેથી લીલા શાકભાજીના ભાવોમાં થોડો ઘટાડો થતાં ગૃહિણીઓને હાલમાં રાહત છે. અનાજ કરિયાણાનું બજેટ પણ મહિને દોઢ ગણુ થઈ જવા પામ્યું છે. જેથી ગૃહિણીઓની દર મહિને થતી બચતમાં મોટો ફટકો પડ્યો છે. અને મોંઘવારીના કારણે દિવાળીના ખર્ચાઓમાં કાપ મૂકવો પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.
તહેવારનો ઉમંગ ઘટયો
ગૃહિણી અમીબેને જણાવ્યું કે મોંઘવારીમાં રોજિંદા ખર્ચાઓ કાઢવાનું મુશ્કેલ બની ગયું છે. ત્યારે તહેવારોની ઉજવણી કેવી રીતે કરવી એ મોટો પ્રશ્ન બની ગયો છે. રોજિંદા ચીજવસ્તુઓના ભાવ સાથે દિવાળીમાં દારૂખાના, મઠીયા, ચોરાફળી, મીઠાઈ જેવી તમામ ચીજવસ્તુઓનો ભાવો વધશે. મોંઘવારીના કારણે તહેવારોની ઉજવણીનો ઉમંગ ધીમે ધીમે ઘટી રહ્યો છે.
ખરીદીમાં વિચારતા થયા
ગૃહિણી અમીબેને જણાવ્યું કે મોંઘવારીમાં રોજિંદા ખર્ચાઓ કાઢવાનું મુશ્કેલ બની ગયું છે. ત્યારે તહેવારોની ઉજવણી કેવી રીતે કરવી એ મોટો પ્રશ્ન બની ગયો છે. રોજિંદા ચીજવસ્તુઓના ભાવ સાથે દિવાળીમાં દારૂખાના, મઠીયા, ચોરાફળી, મીઠાઈ જેવી તમામ ચીજવસ્તુઓનો ભાવો વધશે. મોંઘવારીના કારણે તહેવારોની ઉજવણીનો ઉમંગ ધીમે ધીમે ઘટી રહ્યો છે.
વિધાનગરના મેઘના જોષીએ જણાવ્યું કે મોંઘવારીના કારણે મઘ્યમ વર્ગના લોકોની જીવનશૈલી જ બદલાઈ રહી છે. આપણી આશા-અપેક્ષાઓ પર નિયંત્રણ લાવવું પડયું છે. પહેલા શાકમાર્કેટમાં જઈએ તો પાંચ કિલો બટાટા ડુંગળીની ખરીદી કરતાં સહેજપણ ખચકાતા ન હતા. હવે કિલો બટાટા, ડુંગળી ખરીદવા માટે પણ વિચારવુ઼ પડે છે. રોજિંદા વપરાશમાં પણ કાપ મુકવો પડ્યો છે.
Name:
Email ID:
Comments:
Code:
Advertise With Us | Contact Us
Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM
Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.