દાતાએ વર્ષોપૂર્વે રૂ. ૨૦ હજારનુ દાન આપ્યુ હતુંનડિયાદ શહેરની શાળા નં. ૨૭ જે શેઠ શ્રી કાનજીભાઈ ગોરધનદાસ બ્રહ્મભટ્ટ મ્યુનિ. શાળા તરીકે નામાભિધાન થયેલી હતી. તે શાળાનું તાજેતરમાં પુનરોત્થાન કરીનેે નગરપાલિકાના વર્તુળો દ્વારા આ શાળાનું નામ વીર ભગતસિંહ પ્રાથમિક શાળા કરી દેવાતાં ભારે વિવાદ સર્જાયો છે.
નડિયાદ શહેરમાં સને ૧૯૫૭માં શેઠ શ્રી કાનજીભાઈ ગોરધનદાસ બ્રહ્મભટ્ટના સ્મરર્ણાથે રૂ. ૨૦૦૦૧નું દાન આપવામાં આવ્યુ હતું. આ શાળાનું ખાતમૂર્હત તા. ૪-૭-૫૭ના રોજ નાનાલાલ મોહનલાલ શાહના હસ્તે કરાયુ હતું. જ્યારે તેનું ઉદ્દઘાટન ૬-૬-૧૯૫૮ના રોજ મણિભાઈ ઝવેરભાઈ પટેલ (સી. જે. કંપનીવાળાના) વરદ્દહસ્તે થયુ હતું.
આ શાળા સમયાંતરે જર્જરિત બનતાં તાજેતરમાં તેનું પુનરોત્થાન કરાયુ હતું અને આ પુનરોત્થાન પ્રસંગે પણ પાલિકા દ્વારા ઠરાવો કરીને દાતાનું નામ નહિં હટાવવા માટેનું નક્કી કરાયુ હતું અને જેનો ઠરાવ પાલિકામાં તા. ૩૦-૭-૦૭ના રોજ થયેલો હતો. આમછતાં પણ તા. ૪થીના રોજ આ શાળાની લોકાર્પણ વિધિની સાથે-સાથે નામકરણ વિધિ પણ કરાઈ હતી.
જેમાં આ શાળાના દાતાનું નામ બદલીને વીર ભગતસિંહ પ્રાથમિક શાળા, છાંટિયાવડની લીમડી, નડિયાદ કરાયું હોવાનુ બહાર આવ્યુ છે. જેના કારણે દાતાએ આપેલા દાન અને નામ ભૂંસાઈ જતાં તેઓના પરિવારજનોમાં પણ ભારે રોષની લાગણી પ્રર્વતી છે.
Name:
Email ID:
Comments:
Code:
Advertise With Us | Contact Us
Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM
Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.