રોડની પહોળાઇ ઓછી થતાં નિર્ણય લેવાયો
હાલોલના ફટાકડાના વ્યવસાયનું સ્થળ બદલવાની કવાયતથી વેપારીઓ દ્વિધામાં મૂકાયા છે. તંત્ર દ્વારા તેમની કાયમી જગ્યા નાના બાગ સામે ન કરવાની જીદ પર ઉતરતા અન્ય સ્થળે આયોજન કરવાના સુચનથી તેઓમાં નારાજગી પ્રવર્તી છે.
હાલોલના વેપારીઓ છેલ્લા ઘણા વર્ષોથી એક જ સ્થળે તેમના કેબીનો ગોઠવીને ફટાકડાનો ધંધો કરે છે. પરંતુ આ વર્ષે હાલોલ પાવાગઢ ધોરીમાર્ગ પર નાના બાગથી જતના બેંક સુધી ડીવાયડર બનાવ્યા હોવાથી રોડની પહોળાઇ ઓછી થઇ ગઇ છે. પરિણામે ટ્રાફિકને અડચણ ન થાય તે માટે તંત્ર દ્વારા કડક નિયમ બનાવીને વર્ષોથી ધંધો કરતા વેપારીઓને અન્ય સ્થળે ખસી જવા માટેનુ સુચન કરવામાં આવતા વેપારીઓ અવઢવમાં છે.
પાલિકા દ્વારા નિર્ણય લેવામાં વિલંબ કરવામાં આવે છે. તંત્ર દ્વારા બસ સ્ટેન્ડની સામે પ્રસુતિ ગૃહની બાજુમાં વિશાળ અયોઘ્યાપુરીની ખુલ્લી જગ્યામાં ફટાકડાની દુકાનો કરવાનુ જણાવવામાં આવ્યુ છે. પરંતુ આજ દિનસુધી વેપારીઓ નિર્ણય લઇ શકયા નથી. બાકી પ્રતિવર્ષ દશેરા બાદ તુરત જ ફટાકડાના કેબીનો હારબંધ રીતે ગોઠવાઇ જાય છે. જ્યારે આ વર્ષ આજે પણ વેપારીઓ દ્વિધામાં છે.
Name:
Email ID:
Comments:
Code:
Advertise With Us | Contact Us
Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM
Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.