Divya Bhaskar

 

નડિયાદમાં ગોર્વધન ગિરધારી અને કલ્યાણરાય પ્રભુની પધરામણી

Bhaskar News, Nadiad
Wednesday, October 07, 2009 00:20 [IST]
Bookmark and Share

ઈપ્કો પરિવારનો મનોરથ સફળ : વૈષ્ણવો ભાવવિભોર

અમદાવાદમાં આકાર પામેલ કલ્યાણપુષ્ટિ હવેલીમાં બિરાજમાન થતાં વડોદરાથી અમદાવાદ જતા ગોવર્ધનચરણ પ્રભુ અને પરમમોહિની પષ્ઠનિધિ કલ્યાણરાયપ્રભુ નડિયાદના બડભાગી વૈષ્ણવોને શરદપૂનમના અલભ્ય અને અલૌકિક દર્શનનો લાભ આપવા અને ઈપ્કોના મોભી દેવાંગભાઈ પટેલ અને અનીતાબેન પટેલ (ઈપ્કોવાળા) અને પરિવારના મનોરથ સ્વરૂપ હિંમાશુ બંગલામાં કલ્યાણરાય પ્રભુની પૂ.પા.ગો.૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહારાજની સાથે પધરામણી કરી હતી.

ઘરે પધારે ગોવર્ધન ગિરધારીની પધરામણી કરાવ્યા બાદ, પૂ.પા.ગો.૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહારાજે નભોમંડળમાં પૂર્ણસ્વરૂપે સોળે કલાએ ખીલેલા અને શીતળતા વેરતાં ચંદ્રમાની ચાંદનીમાં શરદપૂનમના શ્રંગારધારણ કરેલ શ્રી કલ્યાણરાય પ્રભુનૈ વૈષ્ણવોને દર્શન કરાવ્યા હતા. દર્શન કરાવ્યા બાદ પૂ.પા.ગો.૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહારાજ સહિત સંતરામ મંદિરના સંત નિર્ગુણદાસજી મહારાજ, ભાગવત કથાકાર ઉમેશભાઈ શાસ્ત્રી, સંતરામ મંદિરના સંતો દેવાંગભાઈ પટેલ, અનીતાબેન પટેલ (ઈપ્કોવાળા), દિલીપભાઈ શેઠ, ધર્મેન્દ્ર શાહ સહિત પરિવારના સભ્યોએ આરતી ઉતારી હતી.

હિંમાશુ બંગલામાં શુઘ્ધાદ્વેત ષષ્ઠપીઠાધીશ્વર પૂ.પા.ગો.૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહારાજની અસીમ અનુકંપાથી નડિયાદના આંગણે યોજાયેલ રાસ-ગરબા અને સંગીત સંઘ્યા દરમિયાન પૂ.પા.ગો.૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહારાજ નંદ મહોત્સવના સંભારણારૂપ નંદમહોત્સવની ઉજવણી દરમિયાન નંદ ધેર આનંદ ભયો.... જય કનૈયાલાલકી ધૂન સાથે દેવાંગભાઈ પટેલ સહિત સૌની સાથે સૂર-તાલ અને લયમાં ભકિતસભર ઉજવણી કરી હતી.

નવીનભાઈ પંચોલીના કલાવૃંદે ભકિતસભર અને કષ્ણના ભજનો અને રાસ-ગરબાની રમઝટ બોલાવી ઉપસ્થિત વૈષ્ણવોના મનના તારને ડોલાવી દીધા હતા. જેનો વૈષ્ણવોએ મનભરીને લ્હાવો લૂંટયો હતો. જ્યારે કેસરિયા કિર્તન મંડળીએ કાર્યક્રમ દરમિયાન કિર્તન રજૂ કરીને સૌના મન મોહી લીધા હતા.



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 


Advertise With Us | Contact Us

 

Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM

Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.