પાવાગઢમાં મહાગુજરાત સંત કબીર પંથ સમાજની સભાપાવાગઢમાં યોજાયેલ મહાગુજરાત સંત કબીર પંથ સમાજની સભામાં આગામી વર્ષ ૨૦૧૧ માં કબીર કુંભ મેળાનુ આયોજન કરવા વિચારણા કરી તેના આયોજનને સફળ બનાવવા નક્કી કરાયુ હતુ. જેમાં રાજયભરમાંથી મોટી સંખ્યામાં અનુયાયીઓ પણ હાજર રહ્યા હતા.
પાવાગઢ કબીર મંદિરમાં યોજાયેલી મહાગુજરાત સંત કબીર પંથ સમાજની સભામાં સમસ્ત ગુજરાતમાંથી કબીર પંથના ૧૫૦ થી વધુ સંતો મહંતોએ હાજરી આપી હતી. આ સભામાં ગુજરાતના કબરી વકતાએ વર્ષ ૨૦૧૧ માં કબીર કુંભ મેળાનુ આયોજન કરવા વિચારણા કરી તેના આયોજનને સફળ બનાવવા પૂર્વ તૈયારીમાં લાગી જવા સંકલ્પબદ્ધ થયા હતા. વિશેષ પધારેલ પ્રમુખ મહંત ૧૦૦૮ ગુરુચરણદાસજી ગુરૂ રામકિશોરદાસજીના અઘ્યક્ષ પણા હેઠળ મહાસભામાં કબીર પંથના ઉપદેશો અંગે માર્ગદર્શન આપતુ આયોજન કરવામાં આવ્યુ હતુ.
અમદાવાદ (ખાડીયા )ના કબીર મંદિરના પ.પૂ. મહંત ૧૦૮ ગોકુલદાસજી સભાના અઘ્યક્ષતામાં માર્ગદર્શન હેઠળ ૨૦૧૧ કબીરકુંભનુ આયોજન કરવામાં વિચારણા કરવામાં આવી હતી. જેમાં મોરબી કબીર આશ્રમના મહંત અને મહાગુજરાત કબીરપંથ સમાજના ઉપપ્રમુખ મહંત ૧૦૮ શિવરામદાસજી તથા સુરત (સંગ્રામપુરા) કબીર મંદિરના મહંત મંત્રી મહંત ૧૦૮ દેવેન્દ્ર વગેરે હાજર રહ્યા હતા.
મહાગુજરાત કબીરપથ સમાજના પ્રમુખ ૧૦૮ મહંત ગુરૂચરણદાસજી, ગુરુ રામ કિરદાસજી, ચંચેલાવ ગોધરા કબીર મંદિરના મહંત ૧૦૮ ચેતન દાસજી વગેરે સર્વે સંતો તેમજ મહંતઓ પ્રર્વતમાન સ્થિતિ અને ધર્મ વિશે મનનીય પ્રવચન આપીને પ્રજાને સામાજીક કલ્યાણ કાર્યો કરવા અનુરોધ કર્યો હતો.
Name:
Email ID:
Comments:
Code:
Advertise With Us | Contact Us
Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM
Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.