શહેરામાં જિલ્લા બાળ અને મહિલા વિકાસ સમિતિના અઘ્યક્ષનું ચેકિંગ
શહેરા તાલુકામાં આવેલી બાહી તેમજ આંબાજટીના ત્રણ આંગણવાડી કેન્દ્રોમાં જિલ્લા બાળ અને મહિલા વિકાસ સમિતિના અઘ્યક્ષે ઓચિંતી મુલાકાત લેતા બે કેન્દ્રોમાં તો તાળુ મારીને સ્ટાફ ગેરહાજર હતો તેમજ બાળકોની નજીવી હાજરી જેવી અનિયમિતતા બહાર આવતા ખળભળાટ મચી ગયો હતો. સમગ્ર બનાવ સંદર્ભે સંબંધિત અધિકારીને જાણ કરતાં અન્ય કેન્દ્રોમાં તપાસ હાથ ધરવાની કવાયત ચાલુ થઇ છે.
છેલ્લા ઘણા સમયથી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી આંગણવાડી કેન્દ્રોની કામગીરી બાબતે અનેક ફરિયાદો ઉઠી રહી છે. તાજેતરમાં જિલ્લા બાળ અને મહિલા વિકાસ સમિતિના અઘ્યક્ષ રમિલાબેન અમીને શહેરા તાલુકાની કેટલીક આંગણવાડી કેન્દ્રોની આકસ્મિક મુલાકાત લેતાં ચાલુ કેન્દ્રોના સમય દરમિયાન ગંભીર ત્રુટીઓ બહાર આવતા તેઓ ચોંકી ઉઠયા હતા.
બાહી આંગણવાડી કેન્દ્ર નં.-૧ માં કાર્યકર અને તેડાગરની ગેરહાજરી હતી અને કેન્દ્રને તાળુ મારવામાં આવ્યુ હતુ. તેવી જ રીતે આ ગામના કેન્દ્ર નં.-૩ માં આજ સ્થિતિ જોવા મળી હતી. બાદમાં તેડાગરને જાણ કરીને સ્થળ પર બોલાવાયા હતા. જ્યારે આંબાજટી આંગણવાડી કાર્યકર મહિલા ગેરહાજર અને માત્ર તેડાગર હાજર હતા. નોંધાયેલા વિદ્યાર્થીઓ પૈકી માત્ર ચાર જ ઉપસ્થિત હતા.
મુલાકાત રજિસ્ટર માંગવામાં આવતા તેડાગર બહેને આવી સુવિધા ઉપલબ્ધ નથી અને કાર્યકર બહેન સાથે લઇ ગયા હોવાના અસંતોષકારક જવાબ અપાયા હતા.
ફરજ પ્રત્યે અનિયમિતતા બદલ જિલ્લા સમિતિના ચેરમેને જવાબદાર અધિકારી સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી. તેઓને મળેલી અન્ય વિસ્તારોની ફરિયાદો મુજબ આગામી સમયમાં અન્ય કેન્દ્રોની ઓચિંતો સપાટો બોલાવનાર હોવાનુ જાણવા મળે છે.
Name:
Email ID:
Comments:
Code:
Advertise With Us | Contact Us
Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM
Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.