બિગ બોસ-3 હાલમાં નાના પડદે ચાલી રહ્યું છે. તેમાં 84 દિવસ સુધી સ્પર્ધક બહારની દુનિયાથી અલગ રહેશે. પરંતુ જો બોલિવૂડના એ ગ્રેડના કલાકારો બિગ બોસમાં ભાગ લે તો ક્યાં કલાકારો આવી શકે?આ તમામ સ્પર્ધકો લોકોનું ભરપૂર મનોરંજન કરે તે વાતની તો પાક્કી ગેરંટી!
શાહરૂખ ખાન-અમર સિંહ 
બોલિવૂડનો બાદશાહ બિગ બોસમાં આવે. તેની સાથે જ અમર સિંહ પણ બિગ બોસના ઘરમાં હોય તો. અમર સિંહ અને કિંગ ખાનને ઘણી જ વાર અણબનાવ બન્યા છે તો જ્યારે તેઓ એક સાથે આટલા દિવસો સાથે રહે તો તેઓ પોતાની વચ્ચેની ગેરસમજને દૂર કરી શકશે!
સલમાન-ઐશ્વર્યા-વિવેક ઓબેરોય-હિમેશ રેશમિયા 
બિગ બોસના ઘરમાં અશક્ય બાબત શક્ય બની જાય છે. સલમાન અને કિંગ ખાન ક્યારેય એકબીજાની સામસામે આવ્યા નથી. તેઓ છેલ્લીવાર ફરાહ ખાનના લગ્નમાં ભેગા થયા હતા. શું ઈતિહાસ ફરીવાર શક્ય ના બને! પરંતુ આ વખતે કંઈ અલગ જ બને.
પ્રણય ત્રિકોણના ત્રણ ખૂણા એટલે કે સલ્લુ, વિવેક અને ઐશ્વર્યા બિગ બોસના ઘરમાં હોય તો! આ બાબત તેઓના માટે ઘણી જ આંચકા સમાન અને દર્શકો માટે ઘણી જ મજેદાર સાબિત થાય તેમ કહી શકાય. સલમાન અને હિમેશને પણ કંઈ ખાસ બનતું નથી તેથી તેઓ સાથે રહીને મનમેળ કરી શકે છે.
કરિના કપૂર-અમૃતા સિંહ 
કરિના અને અમૃતા સિંહ વચ્ચે સૈફ અલી ખાન કોમન છે. બંનેએ ક્યારેય જાહેરમાં એકબીજા વિશે કંઈ જ કહ્યું નથી.
રેખા 
રેખાનું જીવન ઘણી જ રીતે રહસ્યમય છે. જ્યારે તે બિગ બોસના ઘરમાં આવે તો તેના જીવનની ઘણી વાતો જાણવા મળી શકે તેમ છે.
રામ ગોપાલ વર્મા-કરણ જોહર
રામ ગોપાલ અને કરણ વચ્ચે ઘણી જ વાર તણખા ઉઠ્યા છે. તેથી જ આ બંને જો સાથે રહે તો તેઓ પોતાની આગામી ફિલ્મ વિશે વાતો કરી શકે તેમ છે.
શાઈની આહુજા
જેલમાંથી બહાર આવ્યા પછી શાઈની બિગ બોસના માધ્યમથી પોતાના અનુભવો લોકો સમક્ષ રજૂ કરી શકશે.
ગોવિંદા 
બિગ બોસના ઘરમાં અન્ય સ્પર્ધકો માટે ગોવિંદા હળવાશની પળો લાવી શકે છે.
વાઈલ્ડ કાર્ડ-એન્ટ્રી મલ્લિકા શેરાવત
બિગ બોસના ઘરમાં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી હોય છે, તેથી તે દ્વારા મલ્લિકા શેરાવતને એન્ટ્રી આપી શકાય તેમ છે.
Name:
Email ID:
Comments:
Code:
Advertise With Us | Contact Us
Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM
Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.