Divya Bhaskar

 

Uttar Gujarat

જિલ્લામાં શરદપૂર્ણુમાએ રાસ-ગરબાની રમઝટ જામી

Bhaskar News, Patan
Tuesday, October 06, 2009 03:54 [IST]
Bookmark and Share

બનાસકાંઠા પોલીસ પરિવાર દ્વારા ગરબા પ્રતિયોગિતા યોજાઇ

બનાસકાંઠા જિલ્લામાં વિવિધ સ્થળોએ રવિવારે શરદપૂર્ણુમાની રાત્રીએ રાસ ગરબાની રમઝટ જામી હતી. જેમાં બનાસકાંઠા પોલીસ પરિવાર દ્વારા ગરબા પ્રતિયોગિતા યોજવામાં આવી હતી.



બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર, ડીસા, ધાનેરા, દાંતીવાડા, થરાદ, કાંકરેજ, દિયોદર, ભાભર, અમીરગઢ, વડગામ અને દાંતા તેમજ ગ્રામિણ વિસ્તારોમાં રવિવારની રાત્રે શરદપૂર્ણુમા નિમિત્તે રાસ-ગરબાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાલનપુર ખાતે બનાસકાંઠા પોલીસ પરિવાર રમત-ગમત પરિષદ મંડપ ડેકોરેર્ટસ દ્વારા શરદપર્વ ગરબા પ્રતિયોગિતા યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓએ ભાગ લઇ મોડી રાત્રિ સુધી ગરબે ઘૂમ્યા હતા.



આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા હરિકષ્ણ પટેલ, જિલ્લા કલેકટર આર.જે. પટેલ, ડી.વાય.એસ.પી. એલ.કે. પ્રણામી, એલ.સી.બી. પી.આઇ. આર.બી. યાજ્ઞિક, શહેર પી.આઇ. એ.જે. ગોંડલીયા સહિત રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત રોટરેકટ કલબ ઓફ પાલનપુર દ્વારા પાનેતર પાર્ટી પ્લોટમાં રાસ-ગરબાનો કાર્યક્રમ યોજાયો હતો.



આ કાર્યક્રમમાં પ્રમુખ ભાવેશ મહેતા, પ્રો. ચેરમેન ભરત પટેલ, સંકેત શાહ, રવિ ઓઝા, પ્રશાંત ગોહિલ, ઇનર વ્હીલ પ્રમુખ મીનાબેન શાહ, રોટરી કલબના પ્રમુખ બાકીર માસ્ટર સહિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ પાલનપુર એસ.ટી. કોલોની ખાતે નવરાત્રી મંડળનો ઇનામી ડ્રો યોજવામાં આવ્યો હતો.



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 


Advertise With Us | Contact Us

 

Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM

Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.