Divya Bhaskar

 

Uttar Gujarat

મેઘરજના રામગઢીમાં દીપડો ડોકાયો: ગાયને ફાડી ખાધી

Bhaskar News, Meghraj
Tuesday, October 06, 2009 03:50 [IST]
Bookmark and Share

દીપડાના પંજાના આધારે ફોરેસ્ટ અધિકારીઓએ તપાસ હાથ ધરી

મેઘરજ તાલુકાના રામગઢી ગામે રવિવારે રાત્રે મુળશીના જંગલમાંથી આવેલ એક દીપડાએ ખેડૂતના ખેતરમાં રાખેલ ગાયને ફાડી ખાતાં સમગ્ર પંથકમાં ચકચાર ફેલાઇ ગઇ છે. મેઘરજના જંગલ ખાતાના અધિકારીઓએ દીપડાના પંજાના આધારે આ અંગે વધુ તપાસ હાથ
ધરી છે.



આ અંગે મેઘરજ તાલુકાના રામગઢી ગામના ગ્રામજનોએ રવિવારે રાત્રે મુળશીના જંગલમાંથી એકાએક દીપડો ખેતર વિસ્તારોમાં આવી ચઢયો હતો અને રત્નાજી લક્ષ્મણજી ડામોરના ખેતરમાં બાંધેલી ગાયને ફાડી ખાધી હતી. ખૂંખાર બનેલ દીપડાએ ગાયના શબને ખેંચીને ૭૦ થી ૮૦ મીટર દુર સુધી ઢસડી લઇ ગયો હતો.



ગ્રામજનોએ આ અંગે ફોરેસ્ટ અધિકારી જી.એમ.બારૈયાને જાણ કરતાં સ્ટાફ સાથે તેઓ રામગઢી આવી પહોંરયા હતા. મૃત્યુ પામેલ ગાયનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જેમાં દીપડાએ જ ગાયને ફાડી ખાધી હોવાનું માલૂમ પડયું હતું. એકવાતચીતમાં ફોરેસ્ટ અધિકારી જી.એમ.બારૈયાએ જણાવ્યું હતું કે મુળશીના જંગલમાંથી ખોરાકની શોધમાં દીપડો રામગઢી પંથકમાં આવી પહોંરયો હતો.



દીપડાના પંજાના નિશાનો પણ જોવા મયા છે. અગાઉ બે માસ પહેલા પણ આ પંથકમાં દીપડાએ આતંક મચાવ્યો હતો. કોઇ દુઘર્ટના ન બને તે માટે ફોરેસ્ટ વિભાગ દ્વારા દીપડાની તપાસ હાથ ધરી છે. જો કે દીપડો મુળશીના જંગલમાં પરત ફર્યોહોવાની શકયતા નકારી શકાય તેમ નથી.



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 


Advertise With Us | Contact Us

 

Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM

Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.