Divya Bhaskar

 

Uttar Gujarat

આપણા મલકનાં માયાળું માનવી

Bhaskar News, Palanpur
Tuesday, October 06, 2009 03:42 [IST]
Bookmark and Share

બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ૧૭ રાજ્યની યાત્રા કરી પરત ફર્યા બાદ વ્યકત કરેલી હ્રદયની ઊર્મિઓ

બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને ભારતયાત્રા કરવવા માટે સ્પેશ્યલ કિસાન ટ્રેન મારફતે યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જે યાત્રા ૪૩ દિવસ બાદ સોમવારે પાલનપુર ખાતે પરત ફરતાં યાત્રામાં જોડાયેલા યાત્રિકો વતનની ધરતી પર પગ મુકતાંની સાથેજ બોલી ઉઠયા હતા કે ‘અલક-મલક ફર્યા પણ આપણા મલક જેવો એકૈય નહીં !’



બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને ભારતયાત્રા કરાવવા માટે સ્પેશ્યલ કિસાનટ્રેનનું આયોજન કરવામાં આવ્યું હતું. જે ટ્રેનમાં બનાસકાંઠા જિલ્લાના ખેડૂત અગ્રણી અને કિસાન સ્પેશ્યલ ટ્રેનના કન્વીનર ગોકળભાઇ આર.પટેલ અને શામળભાઇ એચ.ચૌધરીની આગેવાની હેઠળ ૭૦૦ ખેડૂતોએ ભારતયાત્રા કરી હતી. યાત્રાનો તા.૨૪ ઓગસ્ટથી પ્રારંભ થયો હતો.



જે યાત્રા ૪૩ દિવસે સોમવારે પરત ફરી હતી. યાત્રા દરમિયાન દેશના અલગ-અલગ ૧૭ રાજયોના યાત્રાધામોના દર્શન, પયર્ટન સ્થળોની મુલાકાત સહિત વિવિધ રાજયોમાં થતાં પશુપાલન અને ખેતી અંગેની માહિતી મેળવી હતી.



તેમજ યાત્રા દરમિયાન ખેડૂતોએ ગુજરાતના લોકોની રહેણી-કહેણી અને મહેમાનોના આદરભાવની સરખામણીએ અન્ય રાજયોના લોકો ગુજરાતના માયાળુ લોકો જેવા ન હોવાનો અનુભવ પણ કર્યોહતો.



એટલેજ સોમવારે પાલનપુર ખાતે પરત ફરેલી રેલયાત્રામાં ખેડૂતો માદરે વતનની પવિત્ર ધરતી પર પગ મુકતાંની સાથેજ બોલી ઉઠયા હતા કે ‘અલક-મલક ફર્યા પણ આપણા જેવો મલક અને માયાળુ લોકો કયાંય ન મળ્યા!’



કિસાન સ્પેશ્યલ ટ્રેનમાં ૪૩ દિવસની યાત્રા દરમિયાન દેશના ૧૭ જેટલા રાજ્યમાં યાત્રાકરી ખેતી અંગેની માહિતી મેળવી હતી.જે જોતાં અન્યરાજયોમાં પાણી છે પરતુ ખેતી ચીલાચાલુ ઢબે થાય છે.જ્યારે ગુજરાતમાં ઓછાપાણીએ પણ સારી ખેતી અને ઉત્પાદન ખેડૂતો કરી રહ્યા છે. જે જોતાં ખેતીમાં ગુજરાત નંબરવન જ હોય તેવું સ્પષ્ટ જણાઇ આવ્યું હતુ.’
ભીખાભાઇ ચૌધરી, યાત્રિક



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 


Advertise With Us | Contact Us

 

Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM

Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.