Divya Bhaskar

 

Uttar Gujarat

પડતર પ્રશ્નોના મુદ્દે એસ.ટી. કર્મીઓ લાલઘૂમ

Bhaskar News, Palanpur
Tuesday, October 06, 2009 03:39 [IST]
Bookmark and Share

વિવિધ માગણીને લઇ પાલનપુરમાં વિશાળ રેલી યોજાઇ,પ્રશ્નો નહીં ઉકેલાય તો રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી, આઉટસોર્શિગના કામમાં થતો ભ્રષ્ટાચાર અટકાવવા રજૂઆત
પાલનપુર વિભાગીય એસ.ટી. કર્મચારીઓના પડતર પ્રશ્નોને લઇ પાલનપુર વિભાગ એસ.ટી. મજદૂર સંધે સોમવારે ધરણાં અને વિશાળ રેલી યોજી હતી.



જેમાં કામદારોના પ્રશ્નોને અગ્રતાના ધોરણે સૂલઝાવી મળવાપાત્ર લાભ આપવા માટે જિલ્લા કલેકટર કચેરી ખાતે સોમવારે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કામદારોના પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ નહિં આવે તો રાજ્ય વ્યાપી આંદોલન છેડવાની પણ ચિમકી ઉચ્ચારવામાં આવી છે.



પાલનપુર વિભાગીય એસ.ટી. કર્મીઓએ તેમની વર્ષોથી પડતર વિવિધ માંગણીને લઇને સોમવારે સવારે ધરણાંનો કાર્યક્રમ યોજયો હતો. જ્યારે બપોરે ૨ વાગે એસ.ટી. ડિવીઝનથી એક વિશાળ રેલી યોજાઇ હતી. જેમાં ‘પડતર માંગણીઓ પુરી કરો’ ના સૂત્રોચ્ચાર સાથે જિલ્લા કલેકટર કચેરી ખાતે ચીટનીશને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.



પાલનપુર વિભાગીય એસ.ટી. મઝદૂર સંઘના પ્રમુખ ઘનશ્યામભાઇ બ્રહ્મક્ષત્રિય અને મહામંત્રી નિરંજન શ્રીમાળીએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, ‘સ્વૈરિછક નિવૃતિ કારણે કર્મીઓની સંખ્યા ઘટી છે. જેથી તમામ ખાલી જગ્યાઓમાં સીધી ભરતી કરવી જોઇએ.



ફરજ દરમિયાન અવસાન પામતા કર્મચારીના આશ્રિતને નોકરીમાં સમાવવા, આઉર્ટશોશીંગના કામમાં મોટાપાયે થતાં ભ્રષ્ટાચારને અટકવા, નો પાકિપ્નગ ઝોનમાં આવીને ખાનગી ચાલકોને મુસાફરો લઇ જતાં અટકાવવા, પાર્ટ ટાઇમ કર્મીઓને પચાસ ટકા મોંઘવારી ભથ્થાનો લાભ આપવા સહિતની વિવિધ માંગણીઓને એસ.ટી. ના કર્મીઓ લાલઘૂમ થયા હતા.



એસ.ટી. મઝદૂર સંધે આપેલા આવેદનપત્રમાં કર્મચારીઓના વિવિધ પ્રશ્નો અંગે તાત્કાલિક નિરાકરણ લાવવા માંગણી કરવામાં આવી છે. જે નહિં સંતોષાય તો આગામી દિવસોમાં રાજ્યવ્યાપી આંદોલન છેડવામાં આવશે તેવી ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 


Advertise With Us | Contact Us

 

Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM

Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.