Divya Bhaskar

 

Uttar Gujarat

ઈડર પ્રાથમિક શાળાઓની પરીક્ષામાં છબરડો

Bhaskar News, Idar
Tuesday, October 06, 2009 03:34 [IST]
Bookmark and Share

ધો.૬ના ગુજરાતીના પેપરમાં કેટલીક શાળાઓમાં દાહોદ જિલ્લાના પેપર આવી ગયા



સાબરકાંઠા જિલ્લામાં સોમવારથી શરૂ થયેલી પ્રાથમિક શાળાઓની પરીક્ષામાં પ્રથમ દિવસેજ ઇડર તાલુકાની કેટલીક શાળાઓમાં છબરડો સર્જાયો હતો. ધોરણ-૬ના ગુજરાતીના પેપરમાં સાબરકાંઠાની થેલીમાં દાહોદ જિલ્લાના પેપર નીકળતાં શિક્ષકો વિમાસણમાં મૂકાઇ ગયા હતા.



જોકે સમયસૂચકતા વાપરી જે શાળાઓમાં દાહોદ જિલ્લાના પેપર આવી ગયા હતા ત્યાં તાત્કાલિક નવા પેપર છાપી પરીક્ષા લેવામાં આવી હતી.



સાબરકાંઠા જિલ્લામાં પ્રાથમિક, માઘ્યમિક કે ઉચ્ચતર માઘ્યમિકની પરીક્ષા કોઇના કોઇ કારણસર ચર્ચાસ્પદ રહેતી હોય છે. વારંવાર છબરડા બહાર આવતા હોવા છતાં તંત્રમાં કોઇ સુધારો જણાતો ન હોય તેમ વધુને વધુ આ પ્રકારના બનાવો બનતા રહે છે. દરમિયાન સોમવારથી શરૂ થયેલી પ્રાથમિક શાળાઓની પરીક્ષામાં પ્રથમ દિવસેજ મોટો છબરડો બહાર આવતા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી.



પ્રાપ્ત થતી માહિતી મુજબ સોમવારથી જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં પરીક્ષાનો પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે ગુજરાતીનું પેપર હતું. પરંતુ ઇડર તાલુકાની પગીવર, જોરાપુરા, રણાસણ, નેત્રામલી, મશાલ, સુંદરપુર અને નરસિંહપુરા ગામની પ્રાથમિક શાળાઓમાં પરીક્ષા શરૂ થવાના થોડા સમય અગાઉ શિક્ષકોએ ધોરણ-૬ના પેપર ખોલતાં અચંબામાં મૂકાઇ ગયા હતા.



સાબરકાંઠા જિલ્લા પંચાયત શિક્ષણ વિભાગની પેપરની કોથળીમાં કેટલાક બંચ દાહોદ જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા લેવાનારી પરીક્ષાના નીકયા હતા. બંને જિલ્લાઓના પેપરમાં આસમાન-જમીનનો તફાવત હોઇ શિક્ષકો મુંઝવણમાં મુકાઇ ગયા હતા અને પોતાના જૂથમાં વાત કરતાં અંતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને જાણ કરતાં તેમણે તુરતજ દાહોદના પેપર સીલ કરવા સૂચના આપી હતી. જ્યારે ખૂટતા પેપરની યુઘ્ધના ધોરણે વૈકિલ્પક વ્યવસ્થા ગોઠવી ખોરવાતી પ્રક્રિયા અટકાવામાં આવી હતી.



આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જે.એમ.રબારીનો ટેલીફોનીક સંપર્ક કરતાં આ અંગે પ્રકાશ પાડતાં જણાવ્યું હતું કે સાબરકાંઠા અને દાહોદ બંને જિલ્લાઓના પેપર એકજ પ્રેસમાં છપાય છે. જેથી બંચ બનાવતાં કારીગરની ભૂલથી દાહોદના પેપરના કેટલાક બંચ આપણી થેલીમાં આવી ગયા હતા. જોકે તુરતજ જેતે શાળાઓને સૂચના આપી એ પેપર સીલ કરી નવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 


Advertise With Us | Contact Us

 

Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM

Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.