બપોર બાદ હડતાળ ૭ ઓકટોબર સુધી મુલતવી રાખવાની જાહેરાત
સિદ્ધપુર નગરપાલિકાના તમામ કર્મચારીઓ દ્વારા છઠ્ઠા પગારપંચના મુદ્દે હડતાળ પાડવામાં આવી હતી. તેમજ બપોર બાદ યુનિયનના નેતાઓને સરકારે ૭ ઓકટોબરના રોજ વાટાઘાટો માટે બોલાવતાં હડતાળ સ્થગિત કરી હતી.
નગરપાલિકાના વેરા, બાંધકામ, જન્મમરણ, સફાઇ, વોટરવર્કસ, ડ્રેનેજના કર્મચારીઓએ ૧૭ સપ્ટેમ્બરના રોજ એક આવેદનપત્ર આપીને જુદીજુદી ૧ર જેટલી માગણીઓ આગળ કરીને દબાણ ઉભુ કર્યું હતું. જેના ભાગરૂપે ૫ ઓકટોબરના રોજથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરવાની ચીમકી આપી હતી. જેના ભાગરૂપે નગરપાલિકાનો તમામ સ્ટાફ હડતાળ પર ઉતરી ગયો હતો. આવશ્યક સેવાઓ ચાલુ રાખી બાકીના બધાજ ખાતાના કર્મચારીઓ હડતાળમાં જોડાયા હતા.
બપોર બાદ યુનિયનના નેતાઓના ટેલિફોનિક સંદેશામાં સરકારે ૭ ઓકટોરના રોજ છઠ્ઠા પગારપંચના મુદ્દે વાટાઘાટો કરવા બોલાવતાં તમામ કર્મચારીઓએ ૭મીની મિટિંગ સુધી હડતાળ સ્થગિત કરી હતી અને સૌ કામે લાગ્યા હતા. જોકે, ૬ ઓકટોબરના રોજ વર્ક ટુ રુલ અને કાળીપટ્ટી ધારણ કરવાનો કાર્યક્રમ ચાલુ રાખવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છેકે, વસતી ગણતરી, ચૂંટણી, સફાઇઝુંબેશ, રસીકરણ, પર્યાવરણ, વ્યવસાયવેરો, પશુ ગણતરી, વાવાઝોડા, અતિવૃષ્ટિ જેવી આવશ્યક સેવાઓમાં નગર પાલિકાના કર્મચારીઓ હંમેશા તત્પર હોય છે. જ્યારે ૪૫ ટકા મહેકમ ખર્ચની મર્યાદાઓને કારણે તેઓને છઠ્ઠા પગારપંચના લાભથી દૂર રાખવામાં આવી રહ્યા છે. જેથી પાલિકાના કર્મચારીઓ આ મુદ્દે લડાયક મુડમાં દેખાઇ રહ્યા છે.
Name:
Email ID:
Comments:
Code:
Advertise With Us | Contact Us
Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM
Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.