Divya Bhaskar

 

દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ

Bhaskar News, Dahod, Halol
Tuesday, October 06, 2009 01:10 [IST]
Bookmark and Share

Rainદાહોદ, લીમખેડા, ગરબાડા, સુખસર અને બારિયામાં વરસાદી માહોલ : બે દિવસમાં ૮૨ મિ.મી. વરસાદ નોંધાયો

દાહોદ જિલ્લામાં સોમવારના દિવસે પણ ઉઘાડ નીકળ્યો ન હતો. આખોયે દિવસ વાદળો છવાયેલા રહ્યા હતા અને દાહોદ, ગરબાડા, લીમખેડા અને સુખસર પથકમાં ગાજવીજ સાથે જોરદાર ઝાપટા થયા હતા. જિલ્લામાં છેલ્લા બે દિવસમાં ૮૦ મિ.મી. કરતાં વધુ વરસાદ થયો હતો.

દાહોદ જિલ્લાના સાતેય તાલુકામાં છેલ્લા બે ત્રણ દિવસથી ચોમાસુ બેઠુ હોય તેવું વાતાવરણ સર્જાયુ છે. જિલ્લામાં રવિવારે બારિયા, ઝાલોદ, ગરબાડા, ફતેપુરા, લીમખેડા તેમજ દાહોદ તાલુકામાં જોરદાર વરસાદ થયો હતો.

સોમવારે પણ ફરીથી દાહોદ, ગરબાડા, સુખસર અને લીમખેડા પંથકમાં વર્ષાઋતુ જેવા જ ઝાપટાં થયા હતા. આખોયે દિવસ કાળા ડીબાંગ વાદળોથી આકાશ ધેરાયેલુ રહ્યું હતું અને દાહોદમાં સાંજે સાડા ચાર વાગે ગાજવીજ સાથે વરસાદ તુટી પડયો હતો. લીમખેડામાં સાંજે સાડા પાંચ વાગ્યાના અરસામાં અડધો પોણો કલાક સુધી જોરદાર ઝાપટું પડયું હતું.

ગરબાડામાં પણ બપોર બાદ વરસેલા મુશળધાર વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઇ જતાં પ્રજાને હાલાકીનો સામનો કરવો પડયો હતો. ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં પણ મોડી સાંજે ફરીથી વરસાદ વરસ્યો હતો.

રાત્રીના ૮ વાગ્યાના અરસામાં દેવગઢ બારિયામાં પણ ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો હતો. છેલ્લા બે દિવસના સરકારી આંકડા મુજબ દાહોદ તાલુકામાં ૯૮ મિ.મી., ઝાલોદ તાલુકામાં ૧૬ મિ.મી., ફતેપુરા તાલુકામાં ૪ મિ.મી., લીમખેડા તાલુકામાં ૧૫ મિ.મી., ધાનપુર તાલુકામાં ૧૪ મિ.મી., બારિયા તાલુકામાં ૨૦ મિ.મી. મળી કુલ ૮૨ મિ.મી. વરસાદ થઇ ચુકયો છે. આકાશનો મિજાજ જોતા જિલ્લામાં ગમે ત્યારે ધોધમાર વરસાદ વરસવાની સંભાવનાઓ રહેલી છે.

પંચમહાલ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ:કાલોલમાં હળવું ઝાપટું

રવિવારે વરસેલા સામાન્ય વરસાદી ઝાપટાથી પંચમહાલ જિલ્લામાં કષિ પાકોને ભેજ મળતા મોડે મોડે વાવેતર કરવામાં આવેલા પાકોના વિકાસમાં મદદરૂપ થનાર છે. ખાસ કરીને હાલોલ પંથકમાં ખેતીને ફાયદો થતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઇ ગઇ છે. જયારે સોમવારે પણ સતત ઠંડા પવનો સાથે વાદળછાયુ હવામાન રચાતા વરસાદના એંધાણ વ્યાપ્યા હતા.

રવિવારની સાંજે પંચમહાલ જિલ્લામાં ઠેરઠેર સામાન્ય વરસાદી ઝાપટા નોંધાતા દિવસોથી ઉકડાટભર્યા વાતાવરણમાં પલટો આવીને ઠંડકતા પ્રસરાઇ ગઇ હતી. ગોધરા સહિત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના નજીવા ઝાપટા પડતા જમીન પર ભીનાશ છવાઇ ગઇ હતી. ખાસ કરીને ડાંગર અને મકાઇ તૈયાર થઇ ચુકતા ખેડૂતો તેને લણવા માટે સજજ બન્યા છે.

લાંબા ગાળા બાદ પુન: હાલોલ પંથકમાં રવિવારે સાંજે થયેલા વરસાદથી ખેતીને ફાયદો થતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઇ ગઇ હતી. આ મુશળધાર બે ઝાપટા સાથે કુલ ૧૭ મીમી વરસાદ થયો હોવાનુ જાણવા મળે છે. તુવેર, ગવાર, કપાસ વગેરે પાકને હવે છેલ્લા પાણીની જરૂર હતી અને ખરા સમયે પોણો ઇંચ વરસાદ થતા ખેડૂતો માટે આ વરસાદ ઘી વરસ્યા સમાન હતો. સોમવારે બપોર બાદ પણ કાલોલ પંથકમાં હળવુ ઝાપટુ પડયુ હતુ.



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 


Advertise With Us | Contact Us

 

Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM

Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.