માત્ર ચાવી અને કાગળો હોવાથી ખાસ કોઇ રકમ ગઇ નથી
સંતરામપુર પોલીસ મથકથી આઠ કિમી દુર આવેલા ઉખરેલી ગામ સ્થિત પુલ નજીકની નર્સરી પાસે બેંકના મેનેજર અને કેશીયરની મોટર સાયકલનો પીછો કરી રહેલા બાઇક સવારોએ ધક્કો મારતાં બંને રોડ પર પટકાયા હતા. દરમિયાન લૂંટારૂઓએ તલવાર બતાવી બેગની લૂંટ કરી ઉખરેલી તરફ ભાગી છૂટયા હતા.
અલબત્ત, તેમાં માત્ર ચાવી અને કાગળો હોવાથી ખાસ કોઇ રકમ ગઇ ન હતી.બેંક ઓફ બરોડા ઉખરેલીના મેનેજર સુરેશભાઇ બારીયા અને કેશીયાર બાબુભાઇ વીરાભાઇ ખાંટ મોટર સાયકલ ઉપર સંતરામપુરથી ઉખરેલી બેંક પર જતા હતા. બાબુભાઇ બાઇક ચલાવતા હતા અને ઉખરેલ નજીક આવતો પુલ પસાર કરતા નર્સરી નજીક પીછો કરતી આવી રહેલી મોટર સાયકલ પર સવાર બે ઇસમોએ તેઓને ધકકો માર્યો હતો જેથી બેંક મેનેજર કેશીયરની બાઇક પડી જતા બંને જણા ગબડી પડયા હતા.
લૂંટ કરવાના ઇરાદે આવેલા બે સઇમો પૈકી પાછળ બેઠેલા શખ્સે તલવાર લઇ મેનેજર પાસે દોડી ધાકધમકીઓ આપી તેઓની પાસેથી બેગ લૂંટી બાઇક પર બેસી ફરાર થઇ ગયા હતા. બેંક કેશીયરને ઇજા થતા સંતરામપુર સરકારી દવાખાનામાં દાખલ કરી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
Name:
Email ID:
Comments:
Code:
Advertise With Us | Contact Us
Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM
Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.