Divya Bhaskar

 

Madhya Guajrat

ગોધરા બજાર સમિતિની આજે ચૂંટણી: ત્રિ- પાંખીયો જંગ ખેલાશે

Bhaskar News, Godhra
Tuesday, October 06, 2009 01:07 [IST]
Bookmark and Share

ભાજપ, કોંગ્રેસ સહિત અપક્ષ મળીને ૧૪ બેઠકો માટે ૩૭ ઉમેદવારો મેદાનમાં : ૭૮૯ મતદારો પસંદગીની મહોર મારશે



મંગળવારે ગોધરા ઉત્પાદન બજાર સમિતિની યોજાનાર ચુંટણીમાં નસીબ અજમાવનાર ૧૪ બેઠકો માટે ૩૮ ઉમેદવારોમાંથી ૭૮૯ મતદારો પસંદગીની મ્હોર મારશે. મતદાનને અનુલક્ષીને વિવિધ જુથો દ્વારા મનાવવાના ભાગરૂપ મતદારોને સહેલગાહે લઇ જવાના વાવડ વચ્ચે હારજીતના દાવા કરાઇ રહ્યા છે.



ગોધરા ઉત્પાદન બજાર સમિતિના તત્કાલિન સત્તાધિશો વિરુદ્ધ અનેક બાબતો કોર્ટમાં ચાલી જતા તમામ પદભ્રષ્ટ થયા બાદ જાહેર થયેલી ચૂંટણીને પગલે રાજકીય ગરમાવો વ્યાપી જતા મુખ્યત્વે ભાજપા અને કોંગ્રેસ પ્રેરિત જુથો દ્વારા સત્તા હાંસલ કરવા કવાયત હાથ ધરાઇ હતી.



કુલ ૯૦ માંથી અંતે ૫૦ ઉપરાંત પત્રો પરત ખેચાતા ચૂંટણી મેદાનમાં ખેડૂત વિભાગની આઠ બેઠકો માટે ૨૨ ઉમેદવાર, ૪૧૪ મતદારો, વેપારી વિભાગના ૪ બેઠકો માટે ૧૨ ઉમેદવારો, ૨૬૪ મતદારો અને ખરીદ વેચાણ વિભાગની બે બેઠકો માટે ૦૪ ઉમેદવારો, ૧૧૧ મતદારો એમ કુલ ૧૪ બેઠકો માટે કુલ ૩૮ ઉમેદવારો અને ૭૮૯ મતદારો નોંધાયેલા છે.



ભાજપ, કોંગ્રેસ તથા અપક્ષ ઉમેદવારોએ નસીબ અજમાવતા ત્રિ- પાંખીયો જંગ ખેલાતા દિવસોથી ચૂંટણી પ્રચારનો ધમધમાટ ચાલીને રાત્રિ બેઠકો અને સમજાવટના આકર્ષવાના પ્રયત્નો કરાયા હતા. અગાઉ ધાણિત્રા તેલીબીયા મંડળી, રતનપુર મંડળી સહિત અન્ય મંડળીઓની તૈયાર ૮૩ મતદારોની યાદીમાંથી બાકાત રાખવા સામે વાંધો ઉઠાવીને માગેલી દાદના સંદર્ભે હાઇકોર્ટના હુકમ મુજબ છેવટે મહી પંચમહાલ સુગર સંઘ તથા ગોધરા તાલુકા શેરડી ઉત્પાદક મંડળીનાં કુલ ૨૮ મતદારોને ચુંટણીમાં ભાગ લેવા મંજૂરી મળતા સંખ્યા ૧૧૧ ઉપર પહોંચી છે.



ચુંટણીના બે દિવસ પૂર્વે સમાવેશ થયેલા મતદારોનું રાજકીય વજન વધી જતા રાજકીય નવો વળાંક ધારણ કર્યો છે. ચૂંટણી અધિકારી હિંમતનગરનાં જે.જે.પંડયાનાં માર્ગદર્શન હેઠળ મતદાન પ્રક્રિયા યોજવા તંત્ર સજજ બનતા પોલીસ બંદોબસ્ત વચ્ચે સવારે ૯ થી ૫ સુધી યોજાનાર ચૂંટણી માટે ચાર ઉપરાંત બુથ ઉભા કરાયા છે.



જોકે સત્તા હાંસલ કરવા મહત્વના વિસ્તારના મતદારોને રાજય બહાર દેવદર્શન સ્થળોએ ભુગર્ભમાં લઇ જવાયા હોવાનું તેમજ તેઓને પોતપોતાના સમર્થનમાં મતદાન કરાવવા માટેની ખાણીપીણીની મહેફીલ યોજાઇ રહી હોવાનુ જાણવા મળ્યું છે.



અંતે કોર્ટના હુકમથી ચેરમેનની દાવેદારી



અગાઉ ત્રણ ઉમેદવારોના ચાર પત્રો રદ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો હતો. જેમાં ઘાસચારા કૌભાંડ પ્રકરણમાં ભરપાઇ થયેલી વસુલાત રકમ અન્વયે ચેરમેન કમલેશભાઇ શાહ ચૂંટણી ચિત્રમાંથી બાકાત થયા હતા. જોકે ચૂંટણીના ચાર દિવસ પૂર્વે હાઇકોર્ટમાંથી મનાઇ હુકમ મેળવીને તેઓએ દાવેદારી નોંધાવી હોવાથી રસાકસી ભરી બનનાર આ બેઠક તરફ સૌની મીટ મંડાઇ છે.



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 


Advertise With Us | Contact Us

 

Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM

Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.