
સાહસની વાત હોય ત્યારે મોટાભાગે યુવાનો જ તેમાં સંકળાયેલા હોય. પરંતુ અમદાવાદની ૧૭ મહિલાઓએ એ મહેણું હવે ભાંગી નાંખ્યું છે. ૨૫થી ૪૮ વર્ષની વય ધરાવતી આ મહિલાઓ પાંચ દિવસ માટે અમદાવાદથી ગીરના જંગલ સુધીની ૯૦૦ કિલોમીટરની બાઈક રેલીમાં ભાગ લઈને સાહસનો પરચો આપશે. યૂથ હોસ્ટેલ અને ફોરેસ્ટ વિભાગના સંયુકત ઉપક્રમે યોજાયેલ આ અનોખી સાહસ યાત્રાને ફોરેસ્ટ વિભાગના હેડ પ્રદીપ ખન્નાએ પ્રસ્થાન કરાવતાં દરેક સાહસપ્રેમી મહિલાઓને શુભેરછા પાઠવી હતી.
શિક્ષિકા, પ્રાઘ્યાપક, તબીબ, એડવોકેટ, વિધાર્થિની એવા વિભિન્ન સ્તરમાંથી પસંદ કરાયેલી આ મહિલાઓએ સાહસયાત્રાના પ્રસ્થાના સમયે અનોખો ઉત્સાહ દર્શાવ્યો હતો.
અમદાવાદથી નળસરોવર થઈને ગોંડલ, જૂનાગઢ, સાસણ ગીર, સાવરકુંડલા, જેસર, કિસનગઢ, મિતિયાળા અને વેળાવદર સુધીની આ બાઈક રેલી આશરે ૯૦૦ કિલોમીટરને આવરી લેશે, જેમાં મહદ્ અંશે ગીરનો ગ્રામ્ય વિસ્તાર સમાવિષ્ટ છે.
આ રેલીમાં ભાગ લઈ રહેલ ૪૪ વર્ષીય નયના મારુએ કહ્યું કે ‘અમે ગ્રામ્યજનોને જંગલ તેમજ જંગલી પ્રાણીઓના સંવર્ધન માટે જાગૃત કરવાનો પ્રયાસ કરશું.’ જયારે ૩૬ વર્ષિય ગાયનેકોલોજિસ્ટ ડો. જાગૃતિબહેન ત્રિપાઠીએ કહ્યું હતું કે, ‘આ રેલીમાં ભાગ લઈને અમે સાબિત કરીશું અમે પણ યુવાનોની માફક કોઈપણ સાહસમાં સામેલ થઈ શકીએ છીએ.’

Name:
Email ID:
Comments:
Code:
Advertise With Us | Contact Us
Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM
Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.