Divya Bhaskar

 

બિગ બોસ-૩માં રાજેશ ખન્ના, પૂનમ ધિલ્લોન

Bhaskar Network, Mumbai
Saturday, October 03, 2009 02:53 [IST]
Bookmark and Share

અન્ય સ્પર્ધકોની જાણકારી માંગતા બાબા રામદેવ સાથેની મંત્રણા પડી ભાંગી

‘બિગ બોસ’ની ત્રીજી સિઝન અંગે લોકોમાં ભારે ઉત્સુકતા છે. ગઈ સિઝનમાંના રાહુલ મહાજન, મોનિકા બેદી, રાજા ચૌધરી અને પાયલ રોહતગી જેવા સ્પર્ધકોની હાજરીએ આ શોની ટીઆરપી વધારી દીધેલી. વળી, ત્રીજી સિઝનના પોપ ફિલોસોફર તરીકે અમિતાભ બરચન છે. આવામાં, ૪૦ કેમેરાથી ધેરાયેલા ઘરમાં ૮૪ દિવસ રહેવા કયા સેલિબ્રિટીઝ તૈયાર થાય છે એ અંગે ખૂબ ઉત્સુકતા હોય એ સહજ છે.



સૂત્રો અનુસાર, ભારતીય ફિલ્મોના પ્રથમ સુપરસ્ટાર રાજેશ ખન્ના, અભિનેત્રી પૂનમ ધિલ્લોન, આયટમ ગર્લ શર્લિન ચોપરા તથા ગાયક મિકાના નામ સ્પર્ધકો તરીકે ચર્ચાઈ રહ્યા છે.



કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું નામ પણ સ્પર્ધક તરીકે ચર્ચામાં હતું પણ રાજુ સાથેની ચર્ચા પડી ભાંગી હોવાનું કહેવાય છે. ક્રિકેટર અજય જાડેજા અને વિવાદાસ્પદ ફિઝા ચાંદનાં નામો પણ ચર્ચામાં હતાં. ચોથી ઓકટોબરથી શરૂ થનારી રિયાલિટી શો ‘બિગ બોસ’ની ત્રીજી સીઝનમાં દમદાર સ્પર્ધકો હોવાની ચર્ચા છે.



સૂત્રો કહે છે કે રાજેશ ખન્ના આ રિયાલિટી શોમાં ભાગ લઈ ૮૪ દિવસ બિગ બોસના ઘરમાં રહેવા તૈયાર થયા છે. તો, અભિનેત્રી પૂનમ ધિલ્લોનનું નામ પણ ચર્ચામાં છે. આયટમ ગર્લ શર્લિન ચોપરાને પણ આ સીઝનમાં સ્પર્ધક તરીકે લેવાઈ છે. નોંધનીય છે આ શોમાં સહભાગી થવા યોગગુરુ બાબા રામદેવનો પણ સંપર્ક કરાયેલો. પણ, રામદેવે જાણવા માગ્યું કે બાકીના સ્પર્ધકો કોણ છે.



જોકે, શોના નિયમ પ્રમાણે અગાઉથી કોઈ સ્પર્ધકને અન્ય સ્પર્ધકો વિશે જણાવાતું નથી. આથી, એમની સાથેની ચર્ચા પડી ભાંગેલી. તો, કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું નામ પણ ચર્ચામાં હતું જોકે સૂત્રો કહે છે કે રાજુ કદાચ શોમાં ન પણ જોવા મળે. ગાયક કમાલ ખાન તથા વોઈસ ઓફ ઈન્ડિયાના સ્પર્ધક હર્ષિતનું નામ પણ ચર્ચામાં છે.



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 


Advertise With Us | Contact Us

 

Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM

Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.