દિલ્હી સ્થિત ડાબોડી ઓપનર ગૌતમ ગંભીરે ફિટનેસ ટેસ્ટ પાસ કરી લેતાં ચેમ્પિયન્સ ટ્રોફી માટે રવાના થતા પહેલાં ભારતીય ટીમને રાહતના સમાચાર મળ્યા છે અને ખેલાડીઓમાં આનંદની લાગણી છવાઇ ગઇ હતી. ભારતીય ટીમ શુક્રવારે આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી માટે સાઉથ આફ્રિકા રવાના થશે.
બીસીસીઆઇની કોર્પોરેટ ક્રિકેટ ટૂર્નામેન્ટ દરમિયાન ગંભીરને જાંઘના સ્નાયુ ખેંચાઇ જવાની ઇજા થઇ હતી. ઇજા થઇ હોવા છતાં ગંભીર ટીમ સાથે તાજેતરમાં શ્રીલંકા ગયો હતો પરંતુ પ્રેકિટસ દરમિયાન ઇજા વકરતા તે એક પણ મેચ રમ્યા વિના ભારત પરત ફર્યો હતો. ગંભીરને દસ દિવસનો આરામ કરવાની સલાહ આપવામાં આવી હતી.
૨૨મી સપ્ટેમ્બરથી રમાનારી ચેમ્પિયન્સ ટ્રોફી માટે તેણે ગુરુવારે ફિટનેસ ટેસ્ટ પાસ કરી હતી. બોર્ડના સેક્રેટરી શ્રીનિવાસને જણાવ્યું હતું કે ફિટનેસ ટેસ્ટ ટ્રાયલ લીધા બાદ ગંભીરને ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ સાથે જવાની લીલી ઝંડી આપવામાં આવી છે.
ખભાની ઇજામાંથી મુકત થઇ રહેલા વીરેન્દ્ર સેહવાગ અને ગંભીર વિના ભારતીય ટીમ શ્રીલંકા ગઇ હતી જયાં ટીમે મેનેજમેન્ટે દિનેશ કાર્તિકને ઓપનર તરીકે અજમાવ્યો હતો પરંતુ તે નિષ્ફળ જતાં રાહુલ દ્રવિડ પાસે સચિનની જોડે ઇનિંગ્સનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.
Name:
Email ID:
Comments:
Code:
Advertise With Us | Contact Us
Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM
Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.