Divya Bhaskar

 

Health & Lifestyle

ચહેરા ઉપર ચેતાઓની ઝણઝણાટી હાયપર સેન્સિટિવિટી

Dr. Shabana Mahetar
Wednesday, September 02, 2009 13:24 [IST]
Bookmark and Share

Hypersensitivityહાયપર સેન્સિટિવિટીને લોકો ઘણીવાર દાંતનો રોગ ગણી દાંત કઢાવી નાખતા હોય છે, પરંતુ ખરેખર તો આ મોઢા પર વીજળીના કરંટની અનુભૂતિ કરાવતો ચેતાનો રોગ છે...

હાયપર સેન્સિટિવિટી અર્થાત્ અતિ સંવેદનશીલતા. સ્વભાવની રીતે તો એ વ્યક્તિગત લક્ષણ છે જ, પરંતુ બહુ જ ઓછા લોકો ચેતાઓ દ્વારા ઉદ્્ભવતા તેના શારીરિક પ્રત્યાઘાતો વિશે જાણતા હશે. આમનું એક લક્ષણ છે ચહેરાની હડપચી, ગાલની કે નાકની આજુબાજુની ત્વચામાં ઝણઝણાટી સાથે તીવ્ર દુખાવાનો અનુભવ.

આ પ્રકારનો દુખાવો ઠંડા કે ભેજવાળા વાતાવરણમાં વધી જતો હોય છે. સાથોસાથ નાકની આસપાસ કે ગાલના ભાગે ઇલેકિટ્રક કરન્ટ જેવી અનુભૂતિ થાય છે. આ પ્રકારનો દુખાવો વીજળી ગતિએ આવીને એ જ ઝડપે પાછો અદ્દશ્ય પણ થઈ જાય છે, પરંતુ ઘણાખરા કેસોમાં તે કાયમી ધોરણે ચાલુ પણ રહેતો હોય છે.

આ દુખાવાનું મૂળ કારણ સ્પર્શની સંવેદનાઓનું વહન કરતી ચેતાઓની અતિ સંવેદનશીલતા જેને તબીબી ભાષામાં ‘ન્યૂરાલ્જિયા’ કહેવાય છે. શરીરના કેટલાક ભાગ જેમ કે નાક તથા કાનની આસપાસની જગ્યા, ગાલ, હડપચી વગેરે જગ્યામાં સ્પર્શની સંવેદના અત્યંત તીવ્ર હોય છે, કારણ કે આ ભાગોમાં ચેતાઓ ચામડીના સૌથી ઉપરના સ્તરે (સુપર ફ્રિશીયલ) રહેલી હોવાના લીધે ઠંડા કે ભેજવાળા વાતાવરણમાં સૌથી વધુ અસર આ જગ્યાઓએ થતી હોય છે. તેથી જ આ સમસ્યા ઉદભવે છે.

સૌથી રસપ્રદ બાબત એ છે કે મોટાભાગના લોકો આ પ્રકારના દુખાવાને દાંતનો દુખાવો માની દાંત પડાવી નાંખે છે તેવું પણ જોવા મળે છે.

હાયપર સેન્સિટિવિટીનો ઇલાજ હોમિયોપથીમાં ઉપલબ્ધ છે તથા આ રોગને નાબૂદ પણ કરી શકાય છે. હાયપર સેન્સિટિવિટી માટે હોમિયોપથીમાં જેલ્સેમિયમ, નક્સવોમિક્સ, એકોનાઇટ, બેલાડોના વગેરે દવાઓ આપવામાં આવે છે. હોમિયોપથીમાં આ દવાઓ પૈકી યોગ્ય દર્દીને યોગ્ય દવા આપવાથી ચેતાતંતુઓ મારફતે શરીરમાં પ્રસરીને રોગને નાબૂદ કરતી હોવાથી આ પ્રકારના કિસ્સાઓમાં તરત જ પરિણામ મેળવી શકાય છે.



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 


Advertise With Us | Contact Us

 

Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM

Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.