જિલ્લાના યુવાનો પ્રથમ વખત સુબ્રટો મુખરજી કપ લાવ્યા
રમતગમત ક્ષેત્રે સાબરકાંઠાના યુવાનોએ કાઠુ કાઢયું છે ત્યારે તાજેતરમાં રાજપીપળા ખાતે યોજાયેલી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધામાં સાબરકાંઠાની ટીમ ચેમ્પિયન બનતા હવે દિલ્હી ખાતે રમાનાર રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં જિલ્લાની ટીમ પ્રતિનિધિત્વ કરશે.
આ અંગે વિગત આપતા ભિલોડા સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કૂલના ઇન્ચાર્જ આચાર્ય ફા.અનિલ તથા રાજુભાઇ ગામેતીએ જણાવ્યું હતું કે તા.૨૮થી ૩૦ ઓગષ્ટ દરમિયાન રાજપીપળા ખાતે સુબ્રટો મુખરજી કપ અંતર્ગત રાજ્યકક્ષાની ફૂટબોલ સ્પર્ધા યોજાઇ હતી. જેમાં ૩૨ ટીમોએ ભાગ લીધો હતો. સાબરકાંઠાની ટીમે સેમીફાઇનલમાં કરછ સામે ત્રણ ગોલથી વિજયી બની ફાઇનલમાં સુરતની ટીમ સામે મેદાનમાં બરોબરીનો જંગ ખેલ્યો હતો. જેમાં સાબરકાંઠાની ટીમે એક ગોલથી વિજય પ્રાપ્ત કર્યોહતો. ઉલ્લેખનીય છે કે સુબ્રટો મુખરજી કપ અંતર્ગત રમાતી ફૂટબોલ સ્પર્ધામાં સાબરકાંઠાની ટીમ પ્રથમ વખત રાજ્યકક્ષાએ ચેમ્પિયન બની છે. હવે આ ટીમ ૩ ઓકટોમ્બરે દિલ્હી ખાતે રમાનાર નેશનલ સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.
નેશનલમાં ભાગ લેવા જવા અગાઉ રાજ્યકક્ષાએ જીતેલા ખેલાડીઓને પ્રેક્ટિસ તેમજ કોચીંગ આપવા ૧૫ દિવસનો તાલિમ કેમ્પ યોજાશે તેમ ફા.પિટર ફાન્સીસે એક વાતચિતમાં જણાવ્યું હતું.
Name:
Email ID:
Comments:
Code:
Advertise With Us | Contact Us
Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM
Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.