Divya Bhaskar

 

આઘ્યાત્મિકતાનો અંધાપો કૌરવ બનાવે છે

Vishnu Joshi, Murtiman Das
Saturday, August 08, 2009 19:47 [IST]
Bookmark and Share

SANJAY.jpg

અનુવાદ: સંજય બોલ્યા: હે રાજા, પાંડુપુત્રોની સેનાને વ્યૂરચનામાં ગોઠવાયેલી જોઈને દુર્યોધન ગુરુ પાસે ગયો અને આ પ્રમાણે વચન કહ્યાં.

ધૃતરાષ્ટ્ર જન્મથી જ અંધ હતા. કમનસીબે તેઓ આઘ્યાત્મિક દ્દષ્ટિએ પણ અંધ હતા. તેઓ સારી રીતે જાણતા હતા કે પોતાના પુત્રો પણ ધર્મની બાબતમાં પોતાની જેમ જ અંધ હતા અને તેમને ખાતરી હતી કે જન્મથી જ પુણ્યશાળી એવા પાંડવો સાથે પોતાના પુત્રો કોઈ સમાધાન કરશે નહીં. તેમ છતાં તેઓ તીર્થસ્થળના પ્રભાવ વિષે શંકાશીલ હતા.

તેથી યુદ્ધભૂમિની સ્થિતિ સંબંધે તેમના પ્રશ્નનો હેતુ સંજય પામી ગયો હતો. એટલે જ સંજય નિરાશ રાજાને પ્રોત્સાહિત કરવા માગતો હતો અને તે દ્વારા નિશ્ચિત કરવા ઇચ્છતો હતો કે એમ કંઈ તેમના પુત્રો પવિત્ર ભૂમિના પ્રભાવે કોઈ પણ પ્રકારે સમાધાન કરવાના ન હતા.

તેથી સંજયે રાજાને જણાવ્યુંકે તેનો પુત્ર દુર્યોધન પાંડવોની સેનાને જોઈને તરત જ પોતાના સેનાપતિ દ્રોણાચાર્યને વાસ્તવિક સ્થિતિની જાણ કરવા ગયો હતો. દ્રોણાચાર્ય એક બ્રાહ્મણ હતા, પરંતુ તેમને યુદ્ધની કળાનું જ્ઞાન હતું. તેઓ કૌરવો તથા પાંડવોના ગુરુ હતા.

દુર્યોધનનો રાજા તરીકે ઉલ્લેખ થયો છે. તેમ છતાં પરિસ્થિતિની ગંભીરતાને કારણે તેને સેનાપતિ પાસે જવું પડેલું. દુર્યોધન આમ રાજનીતિજ્ઞ થવા સર્વથા યોગ્ય હતો, પરંતુ જયારે દુર્યોધને પાંડવોની વ્યૂહરચના જોઈ, ત્યારે તેની મુત્સદ્દીગીરી તેના ભયને છુપાવી શકી નહી.

વર્તમાન -કળિયુગમાં દુર્યોધનો(દુર્યોધન જેવા વિચાર વાળા)ની સંખ્યા વધી ગઈ છે. તેથી આ જરૂરી છે કે આપણે ભગવાનના પવિત્ર નામ હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરેહરે રામ હરે રામ રામ રામ હરે હરેનો જપ કરવો જોઇએ.

જ્ઞાનેશ્વરજીએ શ્રીકૃષ્ણની સંર્પૂણ શરણાગતિ સ્વીકારીને ગીતાજીનું મહત્ત્વ સમજાવતાં કહે છે: સાક્ષાત્ સરસ્વતી શ્રીવ્યાસના મસ્તિષ્કમાં પ્રવેશી કથારૂપે આ ત્રિભુવનમાં પ્રકટ થયાં છે; માટે આ કથા સર્વ કાવ્યોનો રાજા અને સર્વ ગ્રંથનો મુકુટ છે.

આ કથામાંથી નવા રસને વિશેષ પોષણ તથા શોભા મળ્યાં છે. આ કથાથી શબ્દરૂપી લક્ષ્મીને શાસ્ત્રીયત્વ પ્રાપ્ત થયું છે અને અઘ્યાત્મબોધને વિશેષ શોભા પ્રાપ્ત થઈ છે. આ કથાથી જ જનમેયજયના દોષ નિર્મૂળ થયા અને ક્ષણ ભર સૂક્ષ્મ દ્દષ્ટિથી જોતાં જણાય છે કે આ કથાથી જ ગુણોને સદ્ગુણોનું વિશેષ સામથ્ર્ય પ્રાપ્ત થયું. આ પ્રમાણે જ્ઞાનેશ્વરજી ગીતાના ગુણ ગાય છે.

ગીતા એ ત્રિલોકની તારણહાર છે એમ સમજાવતાં પ્રથમ અઘ્યાયના બીજા શ્લોકની વિશેષતા સમજાવતાં કહે છે: સંજય બોલ્યો, જે પ્રમાણે મહાપ્રલયને વખતે કાળ પોતાનું ભયાનક મુખ પહોળું કરી સર્વ વસ્તુઓને ગળી જવા તત્પર થઈ રહ્યો છે, તે પ્રમાણે જ પાંડવોનું સર્વ સૈન્ય ખળભળાટ કરી રહ્યું છે. આ પ્રકારે પાંડવોનું સર્વ સૈન્ય તૈયાર થઈ ઊભું છે. તેને કોણ રોકનાર છે?

જે પ્રમાણે સમુદ્રમંથન વખતે નીકળેલું કાળકૂટ વિષ ઊછળતાં તેનું શમન થઈ શકતું નથી અથવા પ્રલયકાળના વાયુથી ભડકેલા વડનાવલ સમુદ્રમાંનાં પાણીનું શોષણ કરી આકાશ પર્યંત પહોંચે છે, તે પ્રમાણે પાંડવોનું ભયકંર સૈન્ય અનેક પ્રકારની વ્યૂહરચનાથી તૈયાર કરેલું હોવાથી અત્યંત ભયંકર લાગતું હતું, પરંતુ જેમ ગજસમૂહને નીરખી સિંહ તેને તુચ્છ સમજે છે, તેમ દુર્યોધને પાંડવોના સૈન્યને જોઈને તેને તુચ્છ માન્યું.

સંદર્ભ ગ્રંથ

ભગવદ્ગીતા તેના મૂળ રૂપે
જ્ઞાનેશ્વરી ગીતા

krishna.jpg





Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 


Advertise With Us | Contact Us

 

Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM

Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.