વચ્ચે અમદાવાદના સિવિલ એન્જિનિયર નિખિલ પારેખની કવિતાઓ પરથી બનેલ વીડિયો યુ ટયુબ પર પણ ઉપલબ્ધ બન્યા છે યુવાનો સાહિત્ય અને કવિતાથી દૂર થતા જાય છે તેવી વ્યાપક (ગેર)માન્યતા
સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા બાદ બિલ્ડિંગોના સ્ક્રેચ માટે ચાલવા જોઇતા હાથ પર કલમ તો આવી પણ તે કલમ દ્વારા બિલ્ડિગના સ્ક્રેચ નહીં પરતું લવ, પીસ, ટેરરિઝમ, નેચર વગેરે જેવા વિષયો પર હજારોની સંખ્યામાં કવિતાઓ લખાઇ છે.
હા, શહેરના નિખિલ પારેખે કવિતા લખવાના પોતાના શોખને જ પોતાનું પ્રોફેશન બનાવીને છ વખત લિમકા બૂકમાં સ્થાન મેળ્યું છે. પોતાની આત્મસૂઝ અને ભગવાનની પ્રેરણાથી કવિતાઓ લખી રહેલા નિખિલ પારેખની લવ, ફ્રેનડશિપ અને રિલેશન પર આધારિત દસ કવિતાઓ વિશે અમેરિકાના જાણીતા દિગ્દર્શક ચાલ્ર્સ કલુઝનરે દસ-દસ મિનિટની દસ વીડિયો ફિલ્મ બનાવી અને દુનિયાની સૌથી મોટી વિડિયો શેરિંગ સાઇટ www.youtube.com પર મૂકી છે.
પ્રથમ વખત કવિતાનું શોર્ટ ફિલ્મમાં થયેલા રૂપાતર અંગે વાત કરતાં નિખિલ પારેખ કહે છે કે, ‘કવિતાઓને શોર્ટ ફિલ્મ તરીકે કદાચ સૌ પ્રથમ વખત પ્રસિદ્ધ કરવામાં આવી છે. કવિતા પર આ રીતનો પ્રયોગ પહેલી વખત કરવામાં આવ્યો છે. ત્યારે આ પ્રોયગ મારી કવિતા દ્વારા થયો છે તેના માટે હું મારી જાતને ભાગ્યશાળી માનું છું.’ કવિતાનો આધારે કોમન વેલ્થ ન્યૂઝ લેટરમાં એઇડ્સ પર કવિતા છપાવવા બદલ, સૌથી વધારે પત્ર લખનાર અને જવાબ મેળવના વ્યકિત તરીકે અને ફસ્ટર્ ઇન્ડિયન પોયેટ કે જેની પોયેટ્રી બૂક બેસ્ટ ઇ બુક તરીકે એપ્પી એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવી હતી. તેવા એવોર્ડ દ્વારા નિખિલે લિમકા બૂકમાં છ વખત સ્થાન મેળ્યું છે.
ત્યારે પોતાના નવા ક્રિયેશન પોયમ બેઇઝ વિડિયો ફિલ્મ માટે લિમકા બૂકમાં નોંધણી કરાવવાની ઇરછા વ્યકત કરતા નિખીલ પારેખ કહે છે કે, ‘અત્યાર સુધી પોયમને માત્ર બૂક દ્વારા જ પ્રકાશીત કરવામાં આવતી હતી.
ત્યારે આવી કવિતાઓને વિડિયો ફિલ્મમાં રૂપાંતરિત કરનાર અમેરિકાના ડિરેકટર ચાલ્ર્સ કુલઝનર અને મ્યુઝિક કંપોઝર જસ્ટિસ ડર્બને કિવતાના એક-એક શબ્દને વિઝ્યુઅલી હાઇટલાટ કર્યા છે. પોયેટ્રીના ઇતિહાસમાં આ બાબત પ્રથમ વખત થઇ છે. જેના માટે હું લિમકા બૂકમાં એપ્લાય કરવાનો છું.’
અભ્યાસની સાથે સાથે માત્ર શોખ ખાતર લખતા નિખિલ પારેખનો આ આ શોખ કયારે પેશન અને પછી પ્રોફેશન બની ગયો તે નિખિલને પણ ખબર નથી. નિખીલ કહે છે કે, ‘હું જે પણ લખી શકું છે તે ભગવાનની પ્રેરણાથી જ લખી શકું છું. મેં દસ વર્ષમાં અંદાજે ૨૦૦૦થી પણ વધારે કવિતાઓ લખી છે.
હું મારી આસપાસનાં વાતવરણમાં જે પણ અનુભવું છું તેને શબ્દો દ્વારા કવિતાના રૂપમાં ઉતારી લઉ છું. તો કયારેક કયારેક મારા બ્લોગ પર જ હું ઓન લાઇન લખીને મારા ચાહકો સુધી મારી કવિતાઓ પહોંચાડું છું. આજે દેશ અને દુનિયાભરમાંથી મારી કવિતાના મને બેસ્ટ રિસ્પોન્સ મારા બ્લોગ દ્વારા મળે છે. ઉત્સાહ બમણો થઇ જાય છે.’
Name:
Email ID:
Comments:
Code:
Advertise With Us | Contact Us
Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM
Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.