Divya Bhaskar

 

શોર્ટકટ : સહજ-સુવિધાસભર જિંદગીની લાલચ

short cutઅનિલ કપૂર નિર્મિત, અનીસ બઝમી લિખિત અને નીરજ વોરા દિગ્દર્શિત ‘શોર્ટકટ : ધ કોન ઇઝ ઓન’ ફિલ્મઉધોગની પૃષ્ઠભૂમિ પર રચાયેલી કોમેડી ફિલ્મ છે. એક જમાનામાં આ પૃષ્ઠભૂમિ પર બનેલી ફિલ્મો અસ્વીકૃત ગણાતી અને આ ધારણા ગુરુદત્તની ‘કાગઝ કે ફૂલ’ને મળેલી ઘોર નિષ્ફળતાને કારણે પેદા થયેલી. વીતેલા છેલ્લા સમયમાં આ પ્રકારની ફિલ્મોને પ્રેક્ષકોએ નકારી કાઢી છે.

અનીસ બઝમીને કારણે આ ફિલ્મ પાસે અપેક્ષા રાખી શકાય. સુગમતા માટે શોર્ટકટ લેવાય છે. અસલ જીવનમૂલ્ય મહાત્મા ગાંધીએ પ્રતિપાદિત કરેલું કે ભ્રષ્ટ સાધન સાઘ્યને કલંકિત કરે છે, પણ અધીર યુવાપેઢીને બધું જ અત્યારે અને અબ ઘડીએ જોઈએ છે, જેને કારણે શોર્ટકટને તેઓ યોગ્ય માને છે.

જીવનની આખી રમત સાપ-સીડીની રમત જેવી છે, જેમાં તમે સીડીના સહારે ઉપર જાવ છો પણ સાપના મોઢામાં જતાં જ એ તમને ત્યાં લાવીને પછાડે છે જયાંથી તમે શરૂઆત કરેલી. ફિલ્મમાં અરશદ વારસી અને અક્ષય ખન્ના સંઘર્ષરત કલાકાર છે તથા અરશદ શોર્ટકટથી ઉપર પહોંચે છે. અક્ષય ખન્ના પરિશ્રમની પગદંડી દ્વારા લાંબા સમયે પોતાની મંજિલની નજીક પહોંચે છે. હવે અરશદનો વારો છે સાપના મોઢામાં આવવાનો. સરિયુએશનલ કોમેડીની શકયતાઓ અનંત છે અને અનીસ બઝમી એમાં માહેર છે.

અનિલ કપૂર ફિલ્મના નિર્માતા છે પણ એમણે આ ફિલ્મમાં અભિનય નથી કર્યો. કદાચ કોઈ પાત્ર એમને સૂટ કરતું નહીં હોય. ‘સ્લમડોગ મિલિયોનેર’ની નકારાત્મક ભૂમિકા એમણે પોતાની દીકરી સોનમના આગ્રહથી સ્વીકારેલી અને હવે એની વ્યાપક સફળતાનો આનંદ તેઓ દિલથી માણી રહ્યા છે. ચર્ચા છે કે ‘કૌન બનેગા કરોડપતિ’ની આગામી સઝિનના સંચાલકની દોડમાં એમનું નામ આગળ છે. આગામી સમયમાં તેઓ પોતાની દીકરી સોનમને લઈને સ્ત્રીપ્રધાન ફિલ્મ બનાવવાના છે. જેનું નામ ‘આયશા’ છે.

સોનમની અત્યાર લગી આવેલી ‘સાંવરિયા’ અને ‘દિલ્હી ૬’ નિષ્ફળ રહી છે, પણ એણે આ બન્ને ફિલ્મોમાં સારો અભિનય કરેલો. જીવનમાં દર તબક્કે દબાણ રહે છે અને તમે મજબૂર થઈને એની સાથે સમાધાન કરી લો છો, કેમ કે સમાધાનની સહજ અને સુવિધાસભર જિંદગીની લાલચ દરેકને હોય છે. તમે સંઘર્ષ અને વિરોધનું નાટક કર્યું છે. મૂળ તો તમે ઝૂકવા માટે શરૂઆતથી જ તત્પર હતા. શોર્ટકટ માણસની અંદર કાયમ જ મોજૂદ હોય છે. સમાજમાં શોર્ટકટ કંઈ રાતોરાત નથી આવ્યો.

ઇન્સ્ટન્ટ કોફી, સોફા કમ બેડ અને ફાસ્ટફૂડ જેવી બાબતો શોર્ટકટ સંસ્કતિનો જ હિસ્સો છે. પુસ્તકોની ટૂંકાવેલી આવૃત્તિનો પણ એમાં સમાવેશ થઈ જાય છે. ઝૂકવાનો હુકમ છૂટતાં જ સૂઈ જવું એ માણસ જાતની વૃત્તિ છે અને છેવટે કોઈ મુખવટો કામ આવતો નથી.




Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 




News Archive

Advertise With Us | Contact Us

 

Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM

Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.