Divya Bhaskar

 

વરસાદ આંસુઓને પણ સંતાડે છે

charli_chaplin_gandhijiબાળપણમાં વરસાદના દિવસોમાં મનમાં ‘બરસાત મેં હમ સે મિલે તુમ’, ‘તાક ધિના ધિન’. યુવાનીમાં ‘શ્રી૪૨૦’ ફિલ્મનું ‘પ્યાર હુઆ ઇકરાર હુઆ’ ગીત પરાણે મગજમાં ગુંજવા લાગતું.

હવે વયની સમી સાંજે મનમાં ગુંજે છે ચાર્લી ચેપ્લિનની વાત કે એમને વરસતા વરસાદમાં ફરવું ગમે છે, કેમ કે કોઈ એમના આંસુ જોઈ નથી શકતું. નોંધનીય છે કે દુનિયાના સૌથી રમૂજી માણસે આવી ગંભીર વાત કરી છે. એ પણ આશ્ચર્યજનક છે કે મોટા ભાગના હાસ્ય કલાકારો ગરીબ ઘરમાંથી આવ્યા છે. સાવ વિષમ પરિસ્થિતિમાં હસવા-હસાવવાની ક્ષમતા વિકસિત થાય છે, કેમ કે આંસુઓમાં દુ:ખ વહેતું નથી. રડવાથી વિરેચન થાય છે પણ વિષમ પરિસ્થિતિ બદલાતી નથી.

ચેપ્લિનનું બાળપણ જીવલેણ ગરીબીમાં વીત્યું અને તેઓ કદાચ પ્રથમ ‘સ્લમડોગ મિલિયોનેર’ હતા. એમના અનુભવ એમના સિનેમાઈ વિચારના વિકાસમાં મદદરૂપ સાબિત થયા. દાખલા તરીકે, એમણે બાળપણમાં જોયેલું કે કસાઈવાડેથી કૂતરું કઈ રીતે હાડકું લઈને ભાગેલું અને કઈ રીતે એનો પીછો કરાયેલો. એમની ફિલ્મમાં ચેઝ દ્રશ્યો આના પરથી જ પ્રેરિત છે. એક મૂડીવાદી દેશમાં ગરીબ માણસને હીરોની જેમ રજૂ કર્યોપણ કયારેય બોકસ ઓફિસ ખાતર કયારેય ધનાઢય વ્યક્તિને નાયક નથી બનાવ્યો.

બીજા વિશ્વયુદ્ધ બાદ અમેરિકામાં કમ્યુનિસ્ટ તૂત ઊભું કરાયું અને સામાન્ય માણસ સાથે સહાનુભૂતિ રાખનારા ચેપ્લિનને કમ્યુનિસ્ટ ગણી હેરાન કરવામાં આવ્યો. અમેરિકામાં પોતાની માટે પેદા કરાયેલા નફરતના દાવાનળથી માંડ માંડ આઝાદ થઈ ચાર્લી ચેપ્લિન લંડન આવ્યા, જયાં તેઓ ગાંધીબાપુને મળ્યા?

ચેપ્લિને બાપુને કહ્યું કે એની સહાનુભૂતિ ભારત સાથે છે અને તેઓ ઇચ્છે છે કે ભારત અંગ્રેજોની નાગચૂડમાંથી મુકત થાય, પણ એમને ગાંધીજીની મશીનની વિરુદ્ધ થવાની વિચારસરણી સમજાઈ નહીં. આ વાત પર એમની જિજ્ઞાસા સંતોષતા મહાત્મા ગાંધીએ કહ્યું કે મશીનનો વિરોધ એમનો અંગ્રેજો પ્રત્યેના વિરોધનો ભાગ છે કેમ કે એમણે ભારતમાં સસ્તા ભાવે કપાસ ખરીદી મશીન દ્વારા બનાવેલું કપડું ભારતમાં મોંઘા ભાવે વેચતા. ભારત અન્ય દેશો કરતાં અલગ છે અને એની અર્થવ્યવસ્થા પણ ખેતી આધારિત છે, આમ ઔધોગિકીકરણ સંબંધિત એની નીતિ પણ અલગ હશે.

ચાર્લી ચેપ્લિન ગાંધીજીથી ભારે પ્રભાવિત થયા અને ઇંગ્લેન્ડ જેવા શકિતશાળી દેશ વિરુદ્ધના યુદ્ધમાં એમની જિજીવિષાથી તેઓ પ્રભાવિત થયા. આ એક યોગાનુયોગ છે કે ગાંધીજી ૧૯૧૪માં ભારત આવ્યા અને એ જ વર્ષે ચાર્લી ચેપ્લિને પોતાની ફિલ્મયાત્રા શરૂ કરી. એમની પ્રથમ ફિલ્મનું નામ હતું ‘મેકિંગ અ લીવિંગ’. ચેપ્લિન અને ગાંધીને લગભગ સરખી રીતે સામાન્ય માણસ પ્રત્યે પ્રેમ હતો અને મનુષ્યની સ્વતંત્રતા એમનું ઘ્યેય.

અમેરિકાના મહાન કવિ હાર્ટ ક્રેને પણ ચાર્લીની પ્રશંસામાં ‘ચેપ્લિનિસ્ક’ નામની કવિતા લખેલી. જેનો સાર કંઈક આવો છે. તમારું વારંવાર પડવું કંઈક આવું હતું, લાકડીના આધારે બેલે ડાન્સરની જેમ ફરવું પણ કોઈ ભ્રમ નહોતો, અમારી ચિંતાઓને તમે સાકાર કરી, અમે તમને ભૂલવા માગીએ છીએ, પણ દિલ માનતું નથી.




Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 




News Archive

Advertise With Us | Contact Us

 

Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM

Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.