Divya Bhaskar

 

ચાર્લિઝ થેરોન હોસ્પિટલમાં દાખલ કરાઇ

charlize throneઅમેરિકાના એક ટેબ્લોઇડ ન્યુઝ પેપરના અહેવાલોને જો સાચો માનવામાં આવે તો, હોલીવુડની અભિનેત્રી ચાર્લિઝ થેરોને પોતાના પેટમાં અચાનક ઉપડેલા દર્દને કારણે ચાર રાત લોસ એન્જલ્સની હોસ્પિટલમાં વિતાવી હતી.

આ ટેબ્લોઇડ ન્યૂઝ પેપરના જણાવ્યા અનુસાર આ સુપર સ્ટાર અભિનેત્રી પેટના દર્દથી પરેશાન હતી અને તેને ખોરાકી ઝેર (ફૂડ પોઇઝનિંગ)ની અસર પણ થઇ હતી.

ચાર્લિઝના બોયફ્રેન્ડ સ્ટુઅર્ટ ટાઉનસેન્ડે તેને દુખાવો ઓછો થવાનું નામ ન લેતા કેડાર્સ સિઆની મેડિકલ સેન્ટરમાં સારવાર માટે દાખલ કરી હતી.

આ અંગે મળતા અહેવાલો અનુસાર ડોક્ટરોએ ચાર્લિઝ પર કેટલાક ટેસ્ટ કર્યા હતા તેમજ તેને લાગેલા વાયરસ ઇન્ફેક્શનને દુર કરવા ડાયગ્નોઝ્ડ કરવામાં પણ આવ્યું હતું.

ચાર્લિઝનો બોયફ્રેન્ડ તેને અચાનક ઉપડેલા દર્દને કારણે ખુબ ગભરાઇ ગયો હતો. તેણે જણાવ્યું હતું કે તેને ચાર્લિઝનું મૃત્યું થઇ જશે તેવો ડર લાગ્યો હતો તેમજ તે સમયે તેની સાથે શું થઇ રહ્યું છે તે સમજી શકવામાં પણ તે અક્ષમ હતો. તેણે કહ્યું હતું કે ચાર્લિઝ એવી સ્ત્રી છે કે જે ક્યારેય કોઇ વાતને લઇને ફરિયાદ કરતી નથી આથી તેની આવી હાલત જોઇને મને અંદેશો આવી ગયો હતો કે તેની સાથે કંઇક ગંભિર બની રહ્યું છે.

આ અહેવાલ છાપનારા ટેબ્લોઇડે દાવો કર્યો હતો કે થેરોનને કેટલીક એન્ટિ બાયોટિક દવાઓનો ડોઝ આપ્યા બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે અને હાલમાં તેની હાલત સુધારા પર છે.




Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 


Advertise With Us | Contact Us

 

Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Divyabhaskar.co.in | Saurashtrasamachar.net | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM

Copyright © 2007-08 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.