Entertainment
Glamorous World Glamorous World
વિકટોરિયા અને બેકહામને સાથે જોઈને આજે પણ કેટલાક મહેમાનોને એવું લાગતું હતું કે બન્ને આજે પણ નવપરિણીત દંપતી છે
જાણીતો ફૂટબોલ ખેલાડી ડેવિડ બેકહામે તેની ૧૦મી મેરેજ એનેવર્સરી ‘ટ્રેસી આર્યલેન્ડ પર ખૂબ જ ધામઘૂમથી મનાવી હતી. આ ઉજવણી પાછળ બેકહામે એક લાખ પાઉન્ડનો ખર્ચ કર્યોહોવાનું ચર્ચાઈ રહ્યું છે. આર્યલેન્ડના હેડ કવાટર્સ સ્થિત યોજાયેલા સમારોહમાં ૨૦ જેટલા અંગત અને શાહી મહેમાનોને જ આમંત્રણ આપ્યું હતું.
આ સમારોહમાં બેકહામ પત્ની વિકટોરિયા અને ત્રણ બાળકો સાથે ખૂબ જ ખુશખુશાલ જણાતો હતો. નોર્થ આર્યલેન્ડ ખાતે બંનેને નજરે નિહાળનારાઓએ કહ્યું કે ડેવિડ અને વિકટોરિયા બેકહામે આર્યલેન્ડના ‘પામ વીલા’ ખાતે આરામની કેટલીક પળો માણી હતી. આ દરમિયાન બંને ગાઢ પ્રેમમાં ગળાડૂબ જોવા મળ્યા હતા.
લગ્નને દસ વર્ષ વીતી ગયા હોવા છતાં આજે પણ બન્ને વરચેનો પ્રેમમાં કોઈ કમી જોવા મળી નહોતી. બંને જણ આ આર્યલેન્ડ પર હાથમાં હાથ નાખીને ફરતા જોવા મળ્યાં હતાં. બેકહામ અને પોસને જોનારાઓને તો એમ જ લાગતું હતું કે આ દંપતી નવપરિણીત છે.
દસમી મેરેજ એનેવર્સરી યાદગાર રહે તે માટે બેકહામે ફ્રેન્ચ વાઇનના ૫૦૦ કેરેટ ઓર્ડર કર્યા હતાં. આ સમારોહમાં સુરક્ષા વ્યવસ્થા પણ કડક રાખવામાં હતી. બેકહામની સેવા માટે હેલિકોપ્ટર અને એક પાવર બોટ પણ રાખવામાં આવી હતી. સમારોહમાં ૨૦ મુખ્ય મહેમાનો ઉપસ્થિત રહ્યાં હતા.
આ જગ્યા થન્ડર બર્ડ તરીકે ઓળખાય છે. અહીં અગાઉ હોલીવૂડની ઘણી બધી ફિલ્મોનું શૂટિંગ થઈ ચૂકયું છે. આ સમારોહમાં બેકહામના ત્રણેય બાળકો બ્રોકલીન, રોમિયો અને ક્રૂઝ ખૂબ જ ખુશ જોવા મળ્યા હતા. તેમણે પણ પોતાના માબાપની એનવર્સરીને સારી રીતે સેલિબ્રેટ કરી હતી.
Name:
Email ID:
Comments:
Code: