Dainik Bhaskar Business Bhaskar Indiainfo DNA 3Dsyndication MyFM Mera Mobi
 
  Exclusive News 

‘મારી ફિલ્મ પપ્પાને ગમશે’

kareena kapoorકરીના કપૂરની ‘કમ્બખ્ત ઇશ્ક’ ફિલ્મ હાલમાં જ રીલીઝ થઈ છે. જોરદાર ઓપનગિં સાથે શરૂ થયેલી આ ફિલ્મમાં કરીના અને અક્ષયે મુખ્ય ભૂમિકા કરી છે.

આ ફિલ્મની સફળતાથી કરીના ખુબ જ ઉત્સાહિત છે. તે અત્યારે આ ફિલ્મની સફળતાની ઉજવણી કરવામાં મશગુલ છે ત્યારે તેને પૂછવામાં આવ્યું કે તેના પરિવારને આ ફિલ્મ પસંદ પડી કે નહીં ત્યારે તેણ કહ્યું કે ‘મારા પિતા અત્યારે વિદેશમાં છે તેથી તેણે આ ફિલ્મ જોઈ નથી. જોકે તેઓ થોડા દિવસમાં જ પાછા આવી જવાના છે.

તેઓ પાછા આવી ગયા બાદ અમે બધા સાથે ફિલ્મ જેવા જવાના છીએ. મને વિશ્વાસ છે કે તેમને મારી આ ફિલ્મ ગમશે.

મારા પિતા મારા સાચા ટીકાકાર છે. તેઓ દર વખતે મારી ફિલ્મ જોઈ તેમાં મારી જે ક્ષતી હોય તે વિશે મને ટકોર કરે જ છે. તે જયારે મને એમ કહે કે ફિલ્મમાં મારૂં કામ સારું છે ત્યારે જ મને સંતોષ મારા કામથી થાય છે.’

કરીનાએ ધણી બધી ફિલ્મો આપી છે પણ કયારેક જ તેના પિતાએ તેના કામના વખાણ કર્યા છે. તેના પિતા સારી રીતે સમજે છે કે કરીનાના કામના ખોટા વખાણ કરવાથી તે ખોટા વહેમમાં આવી જશે અને પોતાના કામમાં ખામી હોય તો પણ તેને પરફેકટ ગણવા લાગશે તેની તેના કામ પર વિપરિત અસર પડશે એટલે તે કયારેય કરીનાના ખોટા વખાણ કરતા નથી.




Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 




News Archive