Entertainment
Bollywood/Hollywood
In The News In The News
રિયા સેન એવી અભિનેત્રી છે જે પોતાના કામના કારણે ઓછી અને બીજી બધી બીબતોના કારણે વધુ ચર્ચામાં રહે છે. રિયાની હાલમાં જ બે ફિલ્મ રિલીઝ થઈ છે. આ બંનેમાંથી કોઈ ફિલ્મ બરાબર ચાલી નથી.
બંનેમાંથી કોઈમાં રિયાનું કામ પણ વખણાયું નથી. આ જોતાં એક વાત તો સ્પષ્ટ છે કે તેના કામને લઈને કયારેય ચર્ચા થતી નથી. જેકો આ હસિના સમાચારોમાં રહેવાની કળા સારી રીતે જાણે છે. તે કોઈને કોઈ કારણસર અખબારમાં ચમકયા જ કરે છે. હાલમાં તે આવા જ એક કારણસર ચર્ચામાં આવી છે.
તેણે હાલમાં પોતાની એક ફિલ્મ માટે પોતે જ ડ્રેસ ડિઝાઈન કર્યા છે હવે આ ફિલ્મ રિલઝ થશે ત્યારે જ જાણવા મળશે કે તેણે ડિઝાઈન કરેલા ડ્રેસ કેવા છે. વાત જાણે એમ બની કે રિયા જે‘બેનૂ એન્ડ બબલૂ’ નામની ફિલ્મમાં કામ કરતી હતી તે ફિલ્મનો ડ્રેસ ડિઝાઈનર કોઈ કારણસર આવી શકયો નહીં.
ફિલ્મનું શૂટિંગ ચાલૂ હતું અને રિયા માટે જ કોસ્ચ્યુમ પહેલાંથી તૈયાર હતાં તે બરાબર ન હોવાથી તે બદલવાં પડે તેમ હતાં. આવા સંજોગામાં રિયાએ પોતે જ પોતાના કોસ્રયુમ તૈયાર કરવાનું નક્કી કર્યું હતું.
રિયાએ તરત જ પોતાના માટે પોતાના પસંદગીના કોસ્ચ્યુમ તૈયાર કરી લીધાં અને તે પહેરીને ફિલ્મું શૂટિંગ પણ પતાવી દીધું હતું. હવે જેવાનું એ છે કે તેને આ કોસ્ચ્યુમ કેવા લાગે છે.
Name:
Email ID:
Comments:
Code: