Entertainment
Bollywood/Hollywood
In The Focus In The Focus
રાખી હવે પોતાની બોલ્ડ ઓળખમાંથી બહાર આવી ગૃહિણી બનવાની વાતો કરવા લાગી
ટેલિવિઝન પર રાખી સાવંતના સ્વયંવરનો રીયાલીટી શો ખુબ ગાજી રહ્યો છે. આ શોમાં જે વિજેતા બનશે તેની સાથે રાખી લગ્ન કરી લેવાની છે તેવી જાહેરાત કરવામાં આવી છે, પણ રાખી ખરેખર તેની સાથે લગ્ન કરી લેશે કે નહિ કરે તેની અટકળો પણ પૂર જોરમાં છે.
એવી પણ વાતો થાય છે કે રાખી જેવી સ્ત્રી સાથે કોઈ યુવક કઈ રીતે તૈયાર થશે? શું રાખી સાથે લગ્ન કરનાર ખરેખર એક સારી પત્ની પામી શકશે? આ બધા સવાલોનો રાખીએ એક ટુંકો જવાબ આપી દીધો છે.
તેણે કહ્યું છે કે તેણે કે ‘હું લગ્ન કરી મારું ઘર વસાવવા માગું છે. હું સારી પત્ની અને સારી વહુ બનવા માગુ છું. મારો ઉછેર એક સાધારણ ઘરમાં થયો છે.
તેથી મારા માતા-પિતાએ મને ખૂબ સારા સંસ્કાર આપ્યા છે. ઘણા લોકોનો મારી બોલવાની સ્ટાઈલ પસંદ પડતી નથી, પણ હું અંદરથી આવી કઠોર નથી. હું પણ અન્ય યુવતીઓ જેવી જ સામાન્ય યુવતી છું.
Name:
Email ID:
Comments:
Code: