Dainik Bhaskar Business Bhaskar Indiainfo DNA 3Dsyndication MyFM Mera Mobi
 
  Exclusive News 

જેકસનની અંતિમવિધિ માનવ મહેરામણ ઊમટયું

>>> ૧૨.૫ કરોડ રૂપિયા ખર્ચ
>>> ૧૬ ચેનલ પર પ્રસારણ
>>> ૧૪૦૦ પોલીસ જવાનો
>>> ૨.૫ લાખ દર્શકો

સ્થાન : સ્ટેપલ્સ સેન્ટર, લોસ એન્જલસ

ઉપસ્થિત કલાકારો : મરાયા કેર, જેનિફર હડસન, યૂશર, લિયોનેલ રિચી, બ્રૂક શીલ્ડ્સ, સ્ટીવી વંડર, ડિયાના રોસ, જસ્ટિન ટિમ્બરલેક

jack_funeral_400

પોપ સંગીતના બેતાજ બાદશાહ માઇકલ જેકસનને સ્ટેપલ્સ સેન્ટરમાં હજારો લોકોએ ભીનીઆંખે સંગીતમય વિદાય આપી હતી. સમગ્ર વિશ્વની ટોચની ૧૬ ચેનલ પરથી જેકસનની દફનવિધિનું સીધું પ્રસારણ કરવામાં આવ્યું હતું. અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાના શપથ સમારંભ પછી અમેરિકાનું આ સૌથી મોટું મીડિયા કવરેજ હતું.

જેકસનના અંતિમ સંસ્કારમાં પશ્ચિમી સંગીતની ટોચની ૧૦ સેલિબ્રિટી ઉપસ્થિત રહી હતી. આશરે અઢી લાખ દર્શકો સમક્ષ આ કલાકારોએ જેકસનના હિટ ગીત રજૂ કર્યાં હતાં. આ સમગ્ર આયોજન પાછળ ૧૨.૫ કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા.

આ ખર્ચ રૂપિયા ૨૫૦૦ કરોડની ખાધ સહન કરી રહેલી લોસ એન્જલસ શહેરની નગરપાલિકાએ ઉઠાવ્યું છે. માઇકલ જેકસને તેના એક ઇન્ટરવ્યૂમાં એવી ઈચ્છા વ્યકત કરી હતી કે, તેનો અંતિમ સંસ્કાર વિશ્વનો ભવ્ય શો બને. જેકસનની આ ઈચ્છા પૂરી કરવા માટે પોપ સંગીતની દુનિયાના ટોચના ૧૦ કલાકારોને બોલાવવામાં આવ્યા હતા. જેમણે લાઈવ સંગીત પીરસ્યું હતું.

ચેનલોની હોડ :

સ્થાનિક સમય મુજબ સવારે ૧૦ વાગે આ શો શરૂ થયો હતો અને ટોચની ૧૬ ચેનલ દ્વારા તેનું સીધું પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ સીધું પ્રસારણ અમેરિકાના ૩૧ રાજયોના ૮૮ સિનેમાગૃહોમાં મોટા પડદા પર બતાવવામાં આવ્યું હતું.

સમારંભમાં ડેબી રોવે ન આવી :

માઇકલ જેકસનની ભૂતપૂર્વ પત્ની ડેબી રોવે આ શોમાં આવી ન હતી. શોમાં તેની હાજરીથી અન્યોનો ઘ્યાનભંગ થવાની બાબતને ઘ્યાનમાં રાખીને ડેબીએ શોમાં આવવાનો ઇનકાર કરી દીધો હતો.

જેકસનની સંપત્તિ તેની માતાના હાથમાંથી સરકી

માઇકલ જેકસનની સંપત્તિ તેની માતા કેથરિનના હાથમાંથી સરકીને દિવંગત પોપ સ્ટારના વકીલ જોન બ્રાંકા અને સંગીતકાર જોન મેકલેન પાસે પહોંચી ગઇ છે. અહીંની સ્થાનિક કોર્ટે બન્નેને માઇકલ જેકસનની સંપત્તિની અસ્થાયી રીતે દેખરેખ રાખવાનો આદેશ આપ્યો છે. જેકસનના ત્રણ સંતાનોને સંભાળી રહેલી કેથરિને આ નવી વ્યવસ્થા અંગે ચિંતા વ્યકત કરી છે.


michael.jpg




Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 




News Archive