Dainik Bhaskar Business Bhaskar Indiainfo DNA 3Dsyndication MyFM Mera Mobi
 
  Exclusive News 

શ્રુતિએ ‘લક’માં બે ડિગ્રી ઠંડીમાં બિકીની પહેરી દ્રશ્ય ભજવ્યું

કમલ હાસનની દીકરી શ્રુતિ સોહમ શાહની ફિલ્મ ‘લક’થી બોલીવૂડમાં પ્રવેશી રહી છે. પોતાની પ્રથમ જ ફિલ્મોમાં શ્રુતિએ બિકીની પહેરી છે. સૂત્રો અનુસાર શ્રુતિએ બિકીનીવાળા દ્રશ્યનું શૂટિંગ કર્યું ત્યારે ત્યાંનું તાપમાન બે ડિગ્રી હતું.

શ્રુતિના પિતા કમલે હજી સુધી એની પ્રથમ ફિલ્મ જોઈ નથી. શ્રુતિનું કહેવું છે કે બિકીની દ્રશ્યના શૂટિંગ વખતે કડકડતી ઠંડી હતી આ એક જ બાબત અજુગતી હતી બાકી આ દ્રશ્ય મારી માટે અન્ય કોઈ દ્રશ્ય જેવું જ હતું. સોહમ શાહની એકશન પેકડ ફિલ્મ ‘લક’ માટે શ્રુતિ હસને અનેક સ્ટન્ટ કર્યા છે.

પણ શ્રુતિનું બિકીની દ્રશ્ય ચર્ચાના ચકડોળે છે. શ્રુતિ કહે છે કે ફિલ્મની જરૂરિયાત હતી એટલે એણે આ દ્રશ્ય માટે સંમતિ આપી છે. શ્રુતિ કહે છે કે સોહમે જયારે મને સ્ક્રિપ્ટ સંભળાવી ત્યારે બિકીની દ્રશ્યની વાત મને જરાય વિચિત્ર ન લાગી. શ્રુતિની બિકીની ચર્ચાના ચકડોળે છે અને આ દ્રશ્ય સફળતાપૂર્વક પાર પાડી શકાય એ માટે ખાસ્સી મહેનત કરી એણે શરીરને ઘાટીલું બનાવ્યું હતું.

shruti_bikini.jpgએક તો શ્રુતિના બિકીની સીનના શૂટિંગ વખતે ત્યાંનું તાપમાન બે ડિગ્રી સેલ્સિયસ જેટલું હતું. આ ઓછું હોય તેમ આ દ્રશ્યમાં ઈમરાન ખાન, મિથુન ચક્રવર્તી અને રવિ કિસન પણ છે અને રવિ કિસને તો શ્રુતિને કામુક નજરોથી જોવાની હતી.

આમ છતાં, શ્રુતિને આ ટુ-પીસ બિકીની પહેરવાનો કોઈ છોછ નહોતો કેમકે આ દ્રશ્ય અંગે એને અગાઉથી જ ખબર હતી અને એ માટે એની માનસિક તૈયારી પણ હતી. શ્રુતિએ આ દ્રશ્યમાં પહેરેલી બિકીની દિગ્દર્શક સોહમની પત્ની બિનલ શાહે ડિઝાઈન કરી છે.

દક્ષિણ આફ્રિકાના કેપ ટાઉનમાં આ દ્રશ્યનું શૂટિંગ કરાયું હતું. શ્રુતિ જણાવે છે કે એના પિતાએ હજી આ ફિલ્મ જોઈ નથી. શ્રુતિને એ સમજાતું નથી કે જે દ્રશ્ય ભજવવામાં એને કશું જ અજુગતું લાગ્યું નથી એ અંગે આટલો હોબાળો શાને?






Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 




News Archive