Dainik Bhaskar Business Bhaskar Indiainfo DNA 3Dsyndication MyFM Mera Mobi
 
  Exclusive News 

‘આરાધના’થી માંડીને ‘કમબખ્ત ઇશ્ક’ સુધી

love_bollywood_cinemaરાજેશ ખન્નાના દોરમાં પ્રેમ ‘આરાધના’ની જેમ કરાતો અને એમના જમાઈ અક્ષયકુમારના કાળમાં એ ‘કમબખ્ત’ થઈ ગયો છે.

વીતેલા દાયકામાં પ્રેમ પ્રત્યે યુવાવર્ગનો દ્રષ્ટિકોણ બદલાયો છે અને આ પ્રકારના પરિવર્તન કાયમ થતાં રહે છે.

એક તબક્કે કન્યાની ટચલી આંગળીનો અછડતો સ્પર્શ પ્રેમીને ધન્ય કરી દેતો હતો. વાળમાં ફૂલ લગાવવા મળ્યું તો જાણે સ્વર્ગ મળી જતું અને પૂનમની રાતે નૌકાવિહાર તો પ્રેમનું શિખર ગણાતું. સિનેમામાં કરોડો ફૂટનો રોસ્ટોક વેડફાયો છે જેમાં પ્રેમીયુગલ દોડી રહ્યા છે અને એમના આલિંગનને બે ફૂલોના ટકરાવાના પ્રતીકથી દેખાડાયું હોય. બચાડા પક્ષીઓને પણ ચાંચમાં ચાંચ નાખવી પડતી.

જે દોરમાં (કટોકટી બાદ) કલાશાખાના વિધાર્થીઓ વાણિજય અને વિજ્ઞાન શાખામાં ભરતી થવા માંડયા, એ દોરમાં જ પ્રતીકોના છાયાવાદી બંધનમાંથી પ્રેમને મુકિત મળી. આર્થિક ઉદારવાદ પછી વ્યવસાય મેનેજમેન્ટનો દોર આવતા જ યુવા પગને જાણે કે પાંખ મળી ગઈ અને એમની ‘બધું જ આજે અને અત્યારે જ જોઈએ’ની વિચારધારા શરૂ થઈ.

ટેકનોલોજી પણ વિચારોમાં પરિવર્તન લાવવા માટે જવાબદાર છે. મહાનગરોમાં છોકરા-છોકરીઓનો સાથ વઘ્યો. નાના શહેરોમાં પણ ગર્લ્સ હોસ્ટેલ ખૂલી ગયા. ખૂલાપણું સામાજિક વ્યવહારનું કેન્દ્ર બની ગયું.

યશ ચોપરાની ‘વીર ઝારા’ ફિલ્મ પર યુવાવર્ગની ટિપ્પણી ઘ્યાન ખેંચે એવી છે કે નાયકને એકવીસ વર્ષની સજાને કારણે વૃદ્ધાવસ્થામાં પ્રેમી-પ્રેમિકાના મિલનનો અર્થ નથી જાણે કે પ્રેમ સેક્સ સુધી જ મર્યાદિત છે. એ વાર્તાનું દર્દ મજાક બની ગયું.

એમટીવીના પ્રભાવમાં સિનેમાનાં નત્ય-ગીતની શૈલી બદલાઈ ગઈ. એક તરફ ધબકતા અને ચાલુ-બંધ થતાં પ્રકાશ વચ્ચે અંગપ્રદર્શનનો દરિયો વહેવા લાગ્યો, તો બીજી તરફ ગોવિંદા-કરિશ્મા ખટિયા સરકાવવા માંડયા.

એ પૂર્વે જ દાદા કોંડકે સત્તર સુપરહિટ ફિલ્મો બનાવી ચૂકેલા. કાદર ખાને દાદા કોંડકેમાંથી પ્રેરણા લઈ દ્વિ-અર્થી સંવાદોનું તોફાન આણી દીધું. એ પછી બજારના વર્ચસનો સુવર્ણકાળ શરૂ થયો. આ વખતે બજારે પહેલા તો નવા ગ્રાહકો ઊભા કર્યા અને અનુપયોગી ચીજોની ખરીદીને જીવનની આવશ્યકતા બનાવી દીધી. આજે અને અત્યારે જ જોઈએ એ હવે નારો બની ગયો હતો.

ફિલ્મકારોએ એને એનકેશ કરવાની કોશિશ કરી અને ફિટનેસ ફેશન બનતા જ કરિના, કેટરિના, બિપાશા જેવી બિન્ધાસ્ત હિરોઇનો આવી ગઈ. સ્વસ્થ અને સુડોળ શરીર બનાવવા માટે અનેક તકલીફો ઉપાડવી પડે છે, આમ એમનો વિચાર એવો છે કે માદક શરીર બનાવ્યું છે, તો એને દેખાડવામાં શો વાંધો? ફિલ્મકાર પણ સેટ્સને શરીરની જેમ અને શરીરને સેટ્સની જેમ રજૂ કરવા માંડયા.

યુવાવર્ગ શરીરને આત્માની જેમ સાધવા માંડયો છે અને પ્રેમ ઉજાગર કરવાની હોડમાં ઇશ્કને કમબખ્ત કહેવા પર ઊતરી આવ્યો છે. આ તરફ પિશ્ચમમાં માય વેસ્ટના કથન ‘સેકસ ઇઝ લવ ઈન મોશન’ને મંત્ર માની લેવાયો છે. આ દોરમાં છાતી ફૂટવી પણ યોગ્ય નથી, કેમ કે યુવાવર્ગ સેકસની સમાધિ તરફ જઈ શકે છે.




Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code:

 

 

 

 




News Archive