Entertainment
Glamorous World Glamorous World
મેગેઝિનના કવર પેજ પર ચમકવા માટે કોઈ પણ મોટી સેલિબ્રિટી કંઈ પણ કરવા થઈ જાય છે. તેઓ પોતાનું અંગ પ્રદર્શન કરવામાં પણ કયારેય નાનમ નથી અનુભવતા. હાલમાં આવા જ વિવાદોમાં હોલીવૂડની પ્રખ્યાત એકટ્રેસ કેમેરુન ડિયાઝ ધેરાયેલી છે.
કેમેરુને એક મેગેઝિનના કવર પેજ પર છવાઈ જવા માટે પોતાની ઇમેજ કરતાં પણ વધારે સેકસી ફોટોગ્રાફસ પડાવ્યા છે. આ તસવીરમાં કેમેરુનને જોઈને ૧૯૯૦ની મેડોના યાદ આવી જાય છે. તેણે કાળા કલરની બ્રા, જાંઘો સુધીના બ્લેક લેધર શૂઝ અને ટાઇની શોર્ટસ પહેરીને તસવીરો ખેંચાવી હતી.
આ તસવીરો જોઈને તે બેડ ગર્લની ઇમેજ ધરાવતી મેડોના જેવી લાગે છે. તેની હેર સ્ટાઇલ પણ ૧૯૮૬ની મેડોનાની બ્લૂ કવર શોર્ટ જેવી જ છે. એટલું જ નહિ, પરંતુ તસવીર નીચે ‘ગેટ ઇન્ટુ ધ ગ્રૂવ’ નામનું હેડિંગ આપવામાં આવ્યું છે.
જે મેડોનાનું પ્રખ્યાત ગીત ‘ઇન્ટુ ધ ગ્રૂવ’માંથી લેવામાં આવ્યું છે.
ઇમેજથી જરા હટકે કેમેરુન
વી મેગેઝિનના કવર પેજ માટે ૩૬ વર્ષીય અભિનેત્રી કેમેરુનની તસવીરો મેર્ટ એલાસ અને માર્કુઝ પિગ્ગોટે લંડનમાં ખેંચી હતી. આ મેગેઝિને બ્યુટી ઇશ્યૂ ૨૦૦૯ને પ્રકાશિત કર્યું છે.
મેગેઝિનનો આ અંક આજે બજારમાં આવી જશે. આ તસવીરને વધુ સેકસી બનાવવા માટે કેમેરુને તેના હાથ પર ગુલાબમાંથી નીકળતી એક નગ્ન મહિલાનું ટેટુ પણ છુંદાવ્યું છે. આમ જોવા જઈએ તો તેણે મેડોનાની નકલ જ કરી છે એટલે તેની આ તસવીરમાં ખાસ કંઈ વિશેષતા નથી.
તેણે નવું કશું જ નથી કર્યું. તેણે આ પહેલાં ઘણી સારી અને સેકસી તસવીરો ખેંચાવી છે. હોલીવૂડની આ હીરોઇનને અત્યાર સુધીમાં લાંબા વાળ અને સોબર ડ્રેસમાં જ જોવા મળી હતી.
૧૯૯૦માં મેડોનાની બ્લોન્ડ એમ્બિશન ટૂર ઘણી વિવાદોમાં રહી હતી. કેટલાકે તો તેની ધાર્મિક તસવીરોને પણ અશ્લીલ ગણાવી તેની પર વિરોધ વ્યકત કર્યો હતો.
Name:
Email ID:
Comments:
Code: